તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકૂટોત્સવ:અમદાવાદમાં રવિવારે મણિનગરના કુમકુમ મંદિરમાં ઓનલાઈન અન્નકૂટોત્સવની ઉજવણી કરાશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • છેલ્લા 35 વર્ષથી અન્નકૂટોત્સવની ઉજવણી કરવામાં આવે છે

અમદાવાદના મણિનગરમાં રવિવારે સવારે કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનને મહાઅન્નકુટ ધરાવવામાં આવશે. આ વર્ષે કોરોનાને કારણે અન્નકૂટની ઉજવણી ઓનલાઈન કરવામાં આવશે. તે ઉપરાંત મંદિરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી ભગવાનની આરતી ઉતારશે. મંદિરમાં છેલ્લા 35 વર્ષથી અન્નકૂટોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

ભગવાનને અન્નકૂટમાં વિવિધ પકવાન ધરાવાશે
અન્નકૂટમાં ભગવાનને વિવિધ પકવાન, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ફ્રુટ ધરાવવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાન ઘરનો ત્યાગ કરી નીલકંઠવર્ણી રૂપે વિચરણ કરી લોજમાં આવ્યા ત્યારબાદ તેમણે સંવત્‌ 1857માં કારતર સુદ-1 ના રોજ પ્રથમ વાર તેમના ગુરુ રામાનંદસ્વામીનું માંગરોળ મુકામે સદાવ્રત ચાલતું હતું ત્યાં સૌ પ્રથમ અન્નકૂટોત્સવ કર્યો હતો. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્નકુટોત્સવ ઉજવાય છે. સ્વામિનારાયણ ભગવાને ગઢપુર સહિત અનેક સ્થળોએ અન્નકૂટોત્સવ કરેલા છે. એ પરંપરા અનુસાર અન્નકૂટોત્સવ સ્વામિનારાયણ મંદિરોમાં કરવામાં આવેલા છે. કુમકુમ મંદિર દ્રારા છેલ્લા 35 વર્ષથી અન્નકૂટોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો