કલોલની ગાર્ડન સિટી બ્લાસ્ટની ઘટના:ONGCએ હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું, સરકારના વિવિધ વિભાગોની એકબીજા પર જવાબદારી ઢોળવાનો અરજદારનો આક્ષેપ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલની ગાર્ડન સિટી સોસાયટીમાં ઓ.એન.જી.સી.ની પાઇપલાન પરના મકાનોમાં વિસ્ફોટની ઘટના બાબતે ONGCએ હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં બ્લાસ્ટ થયો તે સર્વે નંબર પર બાંધકામ કરવાની NOC તેમના દ્વારા આપવામાં નથી આવી. તેમના દ્વારા અન્ય સર્વે નંબર પર બાંધકામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. સાથે સાથે જે સ્થાને બ્લાસ્ટ થયો તે સર્વે નંબર પર બાંધકામની NOC માટે ક્યારેય અરજી આવી ન હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ સોગંદનામાં સામે અરજદારે ફરિયાદ કરી છે કે સરકારના વિવિધ વિભાગો હવે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે.

વર્ષ 2020, ડિસેમ્બરમાં કલોલની ગાર્ડન સિટી સોસાયટીમાં બે મકાનોમાં ભયાનક વિસ્ફોટ થતાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. આ બાબતે ગ્રામ પંચાયતે તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ પણ સોંપ્યો હતો, જેમાં એ વાતનો ઉલ્લેલ કરવામાં આવ્યો હતો કે જ્યાં વિસ્ફોટ થયો હતો તે મકાનો નીચે ONGC ની પાઇપલાઇન હતી.

અન્ય સમાચારો પણ છે...