એર ઇન્ડિયાની આંધળી લૂંટ:US, UK અને કેનેડાનું વન-વે ભાડું 35થી 45 હજાર છે છતાં એર ઈન્ડિયા 1થી 1.50 લાખ વસૂલે છે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વંદે ભારત મિશન-એર બબલ કરાર હેઠળ AIને મંજૂરી મળી હોવાથી તકનો લાભ લે છે

કોરોનાને કારણએ દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઈટોનું સંચાલન બંધ કરાયું છે. આ પરિસ્થિતિમાં જરૂરી કામથી, કોઈ પ્રસંગે કે અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સુવિધા માટે સરકાર વંદે ભારત મિશન અને એર બબલ કરાર હેઠળ વિશેષ ફ્લાઈટોનું સંચાલન કરી રહી છે. સરકારે એર ઇન્ડિયાને જ મંજૂરી આપી છે. એર ઇન્ડિયા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. અમદાવાદથી યુએસએ, યુકે અને કેનેડાના શહેરો માટે વનવેનું ભાડું 35થી 45 હજાર છે જેની સામે એર ઇન્ડિયા હાલમાં એક લાખથી દોઢ લાખ ભાડંુ વસૂલ કરે છે.

લોકો પાસે બીજો વિકલ્પ ન હોવાથી ફાયદો
એર ઇન્ડિયાની ઉઘાડી લૂટ વિશે વધુ માહિતી આપતા ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું કે, ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઈટો પર પ્રતિબંધ હોવાથી લોકો પાસે એર ઈન્ડિયા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોવાથી અઢીથી ત્રણ ગણો ચાર્જ વસૂલ કરાઈ રહ્યો છે. કોઈ કારણસર જો પેસેન્જર મુસાફરીની તારીખ બદલાવે તો પણ તેમની પાસેથી 35 હજારથી લઈ 65 હજાર એક્સ્ટ્રા ચાર્જ તેમજ ફેર ડિફરન્સ મળી 80 હજારથી લઈ એક લાખ સુધી વધારાના ખંખેરી લેે છે. સરકાર વહેલીતકે યોગ્ય નિર્ણય લે તે માટે ટ્રાવેલ એજન્ટો દ્વારા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી તેમજ પીએમઓને ફરિયાદ કરાઈ છે અને આગામી દિવસોમાં હાઈકોર્ટમાં પીઆઈએલ પણ કરવામાં આવે તેવી શક્યતા છે.

વિદેશમાં વસતા સૌથી વધુ ગુજરાતી લૂંટાઈ રહ્યાં છે
યુએસએ, યુકે, કેનેડા સહિત અન્ય દેશોમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. જેના પગલે વંદે ભારત મિશન હેઠળ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી પણ ગુજરાતીઓ મોટી સંખ્યામાં કરતા હોવાથી તેઓ લૂટાઈ રહ્યા છે. એર ઇન્ડિયાને સૌથી વધુ બિઝનેસ ગુજરાત આપતું હોવા છતાં અહીં એર ઇન્ડિયાના અધિકારીઓ માત્ર રબર સ્ટેમ્પ બની રહ્યા છે. ગુજરાતના લોકોની સમસ્યા અંગે કોઈ સાંભળતુ નથી અને એર ઇન્ડિયા ઉઘાડી લૂટ ચલાવી રહી છે. આ વિશે ટ્રાવેલ એજન્ટે ગુજરાતના અધિકારીને ફરિયાદ કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે અમારા હાથમાં કંઈ જ નથી, અમે તો ફક્ત રબર સ્ટેમ્પ છીએ.

ટ્રાવેલ એજન્ટોનો ટિકિટ બુકનો અધિકાર બંધ
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના નિયમ મુજબ ઇન્ટરનેશનલ ફ્લાઈટોમાં બુકિંગ કરવાનો ટ્રાવેલ એજન્ટોને અધિકારી અપાયો છે. પરંતુ એર ઇન્ડિયાના અધિકારીઓએ પોતાની મોનોપોલી ખુલ્લી ન પડી જાય અને તેઓ લોકોને લૂટી શકે તે માટે ટ્રાવેલ એજન્ટોનો ટિકિટ બુકિંગનો અધિકાર બંધ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...