ભાસ્કર વિશેષ:લદ્દાખમાં એકથી દોઢ લાખ ટૂરિસ્ટનો ધસારો, હોટેલો ફૂલ થતાં લોકોએ કારમાં રાતવાસો કરવાનો વારો આવ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • લદ્દાખના ટૂર ઓપરેટર્સે જુલાઈની મધ્ય સુધી નહીં આવવા એડવાઈઝરી જારી કરવી પડી

કોરોનાના બે વર્ષ બાદ દેશના પર્યટન સ્થળો ખૂલતાં લેહ-લદ્દાખ જતાં લોકોની સંખ્યામાં બેથી ત્રણ ગણો વધારો થયો છે. લદ્દાખમાં ફરવા માટે ટેક્સી અને રહેવા માટે જગ્યા મળતી નથી, તેમજ ફલાઇટના ભાડાં બેથી ત્રણ ગણા વધી જતાં લોકો પોતાની પર્સનલ કાર લઇને લદ્દાખ પહોંચી રહ્યા છે, પણ રહેવાની જગ્યા મળતી ન હોવાથી કારમાં સૂઇ રહેવાનો વારો આવે છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓલ ઇન્ડિયા લદ્દાખ ટૂર ઓપરેટર્સ એસોસિએશને જુલાઇની મધ્ય સુધી પ્રવાસીઓને લદ્દાખ ન લાવવા લોકલ ટૂર ઓપરટરોને એડવાઈઝરી જારી કરી છે. અમદાવાદના એક ટૂર ઓપરેટરના જણાવ્યા મુજબ, કોરોના પહેલા દર મહિને દેશભરમાંથી અંદાજે 50થી 60 હજાર લોકો લદ્દાખ જતાં હતા. પરંતુ, મેમાં લદ્દાખ જતાં લોકોની સંખ્યા અંદાજે બમણી થઈ છે. જેમાંથી 25 હજારથી વધુ પ્રવાસીઓ ગુજરાતના છે.

એક સાથે પ્રવાસીઓના ભારે ધસારાને લીધે લદ્દાખમાં ફરવા માટે ટેક્સી અને રહેવા માટે ટેન્ટ કે હોટેલ પણ હાઉસફુલ થઇ ગયા છે. આ ઉપરાંત એરલાઇન્સના ભાડા પણ વધુ હોવાથી લોકો પોતાની પ્રાઇવેટ કાર લઇને લદ્દાખ પહોંચી રહ્યા છે.

સ્થાનિક સ્તરે વાહન ન મળતાં લોકો કારમાં જાય છે
લદ્દાખમાં પ્રવાસીઓના ભારે ધસારાથી ટેમ્પો અને કાર મળતી નથી. તેમજ એરલાઇન્સના ભાડા બેથી ત્રણ ગણા વધી જતાં લોકો પોતાની પર્સનલ કાર લઇને લદ્દાખ જઇ રહ્યાં છે. પરંતુ, લદ્દાખમાં હોટેલો ઉપરાંત ટેન્ટ પણ હાઉસફુલ થઇ ગયા છે, જેથી લોકોને રહેવાની પણ જગ્યા મળતી ન હોવાથી પોતાની કારમાં સૂઇ રહેવું પડે છે.

ભીડ વધતાં ટૂરિસ્ટ વાહનોની ભારે અછત સર્જાઈ
કોરોના બાદ ચાલુ વર્ષે લદ્દાખમાં આવતાં પ્રવાસીઓની સંખ્યા બેથી ત્રણ ગણી વધી છે, જેને કારણે 12 સીટર ટેમ્પો ટ્રાવેલ્સ જેવા ટૂરિસ્ટ વાહનોની ભારે અછત સર્જાઇ છે, લેહના ટેમ્પો અને ટેક્સી યુનિયન પાસે ટ્રાન્સપોર્ટ સુવિધા છે, જેથી પ્રવાસીઓને તકલીફનો સામનો ન કરવો પડે. ઓપરેટરોએ મીડ જુલાઇ સુધી ટૂર ન લાવવા અમારો અનુરોધ છે.

અન્ય સમાચારો પણ છે...