અભિયાન:અમદાવાદમાં રબારી સમાજના એક હજાર યુવાઓ રોજ સમાજના નાગરીકો માટે વેક્સિનના 3 હજાર સ્લોટ બુક કરાવે છે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમાજના કાર્યકર્તાઓની એક ટીમ સમાજના નાગરીકોની મદદે આવી - Divya Bhaskar
સમાજના કાર્યકર્તાઓની એક ટીમ સમાજના નાગરીકોની મદદે આવી
  • યુવાનો 45થી વધુ ઉંમરના વ્યક્તિઓને વેક્સિન અપાવવા માટે ગાડીમાં પણ લઈ જાય છે.

અમદાવાદમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી. આ સમયગાળામાં સારવાર માટે લોકોને વલખાં મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ હવે આ લહેર પણ ઝડપથી નિયંત્રણમાં આવી ગઈ છે. આ સ્થિતિમાં દરેક સમાજના લોકો મદદ માટે આગળ આવ્યાં છે. તેવી જ રીતે અમદાવાદમાં રબારી સમાજના યુવાનોએ એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં સમાજના નાગરીકોને કોરોનાની રસી અપાવવા માટે રોજ 3 હજાર સ્લોટ બુક કરાવવામાં આવે છે. જે નાગરીકોની ઉંમર વધુ હોય તેમને ગાડીમાં લઈ જઈ વેક્સિન અપાવવામાં આવે છે.

રબારી સેવા સમિતિ નામનું ગૃપ બનાવી નાગરીકોને મદદ કરી
રબારી સેવા સમિતિ નામનું ગૃપ બનાવી નાગરીકોને મદદ કરી

ઉંમરલાયક નાગરિકને ગાડીમાં લઈ જવાય છે
એક બાજુ સ્લોટ બુક કરાવવામાં લોકોને મુશ્કેલી થઈ રહી છે. આ સમયમાં રબારી સમાજના યુવાઓ આગળ આવ્યાં છે. તેમણે રબારી સેવા સમિતિ નામનું ગૃપ બનાવી એક હજાર કાર્યકર્તાઓ દ્વારા સમાજના વ્યક્તિઓ માટે રોજ વેક્સિનના સ્લોટ બુક કરવામાં આવે છે. શહેરના તમામ વોર્ડમાં રહેતાં સમાજના લોકો માટે અલગ અલગ ટીમ બનાવીને ત્રણ હજાર વેક્સિન સ્લોટ બુક કરાવવામાં આવી રહ્યાં છે.45 વર્ષથી ઉપરની વયના લોકોને ગાડીમાં વેક્સિન લેવા લઈ જવામાં આવે જે અને બાદમાં ઘરે ઉતારવામાં આવે છે.

રોજ 2500થી 3 હજાર સ્લોટ બુક કરાવવામાં આવે છે
રોજ 2500થી 3 હજાર સ્લોટ બુક કરાવવામાં આવે છે

વેક્સિનેશન માટે લોકોમાં જાગૃતિ લાવવા ટીમ બનાવાઈ
આ અંગે રબારી સમાજના કાર્યકર્તા મુકેશ રબારીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે બીજી લહેરમાં 50 લાખ રૂપિયાની કિટ આપી હતી.ઓક્સિજનની કમી ઊભી થતાં સમાજના લોકોને ઓક્સિજન પૂરો પાડ્યો હતો. તાઉ-તે વાવાઝોડાના સમયમાં ગીરમાં ઘાસચારો, તાડપત્રી પહોંચાડ્યાં હતાં. અત્યારે રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સમાજના અનેક લોકોને સ્લોટ બુક કરવામાં મુશ્કેલી આવી રહી છે. વેક્સિનેશન માટે લોકોમાં જાગૃતતા આવે તે માટે સમાજના ગુરુ અને મહંત દ્વારા વીડિયો બનાવી લોકો સુધી પહોચાડ્યા છે. જેનાથી લોકો વેક્સિન લેવા જાગૃત થાય.

અન્ય સમાચારો પણ છે...