તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પી.ડી.પી.યુના કેમિકલ એન્જિનિયરીંગના વિદ્યાર્થીએ રિન્યુએબલ ઉર્જાના વપરાશ માટે ‘સોલાર પાવર ટ્રી’ની 16 જેટલી ડિઝાઇન બનાવી છે. જે સૌર ઉર્જામાંથી ઇલેક્ટ્રિસિટિનું ઉત્પાદન કરે છે. એક‘સોલાર પાવર ટ્રી’ 1 કીલો વોલ્ટથી 25 કીલો વોલ્ટ જેટલી વીજળી જનરેટ કરે છે. આ માટે તેમણે પાવર ટ્રીની 16 જેટલી ડિઝાઇન પેટન્ટ રજિસ્ટર કરાવી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નિયમો મુજબ એક સિટી માટે વપરાતી ઉર્જાના વપરાશમાંથી 10 ટકા રિન્યુએબલ એનર્જીનો વપરાશ થવો જોઇએ. સ્માર્ટ સિટીમાં 100 મેગા વોલ્ટના પ્લાન્ટ માટે 50 એકર જમીનની જરુર પડે છે. જ્યારે આ સોલાર ટ્રીના વપરાશથી 90 ટકા જેટલી ઓછી સ્પેસની જરૂર પડે છે.
હાલમાં 24 જાહેર સ્થળો પર સોલાર ટ્રી ઇનસ્ટોલ કરાયાં
ગાંધીનગરમાં સરિતા ઉદ્યાનમાં 4, ગાંધીનગર રંગમંચ પાર્ટીપ્લોટમાં 4, અમદાવાદ રિવરફ્રન્ટમાં 2 તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, પી.ડી.પી.યુ કેમ્પસમાં 2 સોલાર ટ્રી ઇન્સ્ટોલ કરાયાં છે. આ સિવાય ઓ.એન.જી.સીમાં પીવાનાં પાણીની સૌર ઉર્જા આધારિત આર.ઓ સિસ્ટમ પણ બનાવી છે. ભવિષ્યમાં ગુજરાતના 30 મહાનગરોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે સૌલર ટ્રી પ્લાન્ટ બનાવવામાં આવશે.
સોલાર ટ્રીમાં GPS ટ્રેકીંગ સાથે ઓટો ફ્લોટિંગ સોલાર પેનલ
આ સોલાર ટ્રીની પેનલ મોનોક્રિસ્ટલાઇન ટેક્નિકથી બનેલી છે. જે 1 કીલો વોલ્ટથી 25 કીલો વોલ્ટ ક્ષમતા સુધીનો પાવર જનરેટ કરી શકે છે. જેમાં જી.પી.એસ. ટ્રેકીંગ સિસ્ટમ સોલાર સેન્સર સાથે સૂર્યના દિશામાં ઓટો રોટેટ થાય છે. ઝીરો મેન્ટેનેન્સ કોસ્ટની સાથે આ પ્રોડ્ક્ટની લાઇફ 25-30 વર્ષની છે. હાલમાં બિલિપત્ર, સન ફ્લાવર, કોકોનેટ ટ્રી જેવી 16 પેટન્ટ રજિસ્ટ્રર કરાવાઇ છે.
વોટર બોડીમાં તરે તેવી ફ્લોટિંગ સોલાર પેનલ પર સંશોધન શરૂ
ઉર્જાના વપરાશ માટે સોલાર એનર્જી સૌથી સરળ વિકલ્પ છે. અમારી ટીમમાં મયંક પટેલ અને વંશ પંડ્યાં જોડાયેલાં છે. ભવિષ્યમાં દરેક સ્માર્ટ સિટીમાં સ્કિલ્ડ લેબરને રોજગારી પૂરી પાડવાનું લક્ષ્ય છે. હાલમાં વોટર બોડીમાં તરી શકે તેવા ફ્લોટિંગ સોલાર ટ્રીની ડિઝાઇન પર અમે સંશોધન કરી રહ્યાં છીએ. જેથી નદી, તળાવ, દરિયામાં સોલાર પાવર સિસ્ટમ લગાવી શકાય. -શનિ પંડ્યા, પાવર ટ્રી ફાઉન્ડર
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.