તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષામાં એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડાશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રાજ્યના 212 કેન્દ્રો પર 29 ડિસેમ્બરથી પરીક્ષા લેવાશે
 • વિદ્યાર્થીઓને પરીક્ષામાં જનરલ ઓપ્શન મળે તેનું ખાસ ધ્યાન રખાયું છે

29 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી ગુજરાત યુનિવર્સિટી ઓફ લાઇન પરીક્ષા રાજ્યના 212 કેન્દ્રો પર યોજાશે, કોરોના ગાઇડલાઇનને કારણે એક બેન્ચ પર એક વિદ્યાર્થીને જ બેસાડાશે. વિદ્યાર્થી પોતાના રહેઠાણની નજીકના કોઇપણ જિલ્લા કેન્દ્ર પરથી પહેલા પસંદગી કરીને પરીક્ષા આપી શકશે.

કોરોનાને કારણે પરીક્ષાઓમાં યુનિવર્સિટીની પોતાની કોલેજો સિવાયના વિસ્તારો પણ પરીક્ષા માટે કેન્દ્રોની વ્યવસ્થા કરાઇ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, દરેક કેન્દ્રો પર જૂની પદ્ધતિ પ્રમાણે જ પેપર મોકલાશે. પરંતુ પેપર લીક ન થાય તેની પુરતી તકેદારી રખાશે. આ સાથે જ પેપર સેટ કરવા દરમિયાન એ બાબતનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શન મળે. એટલે વિદ્યાર્થીઓએ જેટલો અભ્યાસ કર્યો હશે તેટલા જ અભ્યાસક્રમમાંથી સારી રીતે જવાબ લખી શકે.

હોસ્ટેલ બંધ હોવાથી જિલ્લા કેન્દ્રો પર પરીક્ષા
કોરોનાને કારણે હોસ્ટેલ બંધ હોવાથી ઓફલાઇન પરીક્ષામાં વિદ્યાર્થીને રહેવાની મુશ્કેલી ઉભી શકે છે. આ બાબતને ધ્યાને લઇને મોટાભાગના જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો અપાયા છે. આ પહેલા યોજાયેલ પરીક્ષાની માફક વિદ્યાર્થીને રહેઠાણથી નજીકનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાની તક અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો