નવાવાડજમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષની યુવતીના ઘરે બે વર્ષ પહેલા તેના ભાઈના મિત્ર સંજય ઉર્ફે સાહિલ આવતો જતો થયો હતો. થોડા સમય પછી સંજય આ યુવતીનો પીછો કરી હેરાન પરેશાન કરવા લાગ્યો હતો. આટલું જ નહીં તેની કોલેજ સુધી પણ પહોંચી ગયો હતો. આ અંગે યુવતીએ તેના ભાઈ તેમજ તેના માતા-પિતાને જાણ કરતાં સંજયને સમજાવ્યો હતો. જેથી સંજયે આ યુવતીના માતા-પિતાને ધમકી આપી હતી કે તમારી છોકરીના લગ્ન કરાવી દો નહીં તો તેને ઉપાડી જઈશ. આટલું જ નહીં એસિડ એટેક કરી મોઢું બગાડી દેવાની પણ ધમકી આપી હતી, જ્યારે યુવતીના કેટલાક સંબંધીઓને સંજયે એવા પણ મેસેજ કર્યા હતા કે આ યુવતીના લગ્ન તેની સાથે નક્કી થઈ ગયા છે.
પાલડીમાં ડ્રાયફ્રૂટના વેપારીના ઘરમાંથી 9.50 લાખની ચોરી
પાલડીના પરાગ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ મોલડિયા એનઆઈડી પાસે ડ્રાયફ્રૂટનો વેપાર કરે છે. મંગળવારે તેઓ પત્ની સાથે એનઆઈડી વેપાર અર્થે ગયા હતા. સાંજના સમયે તેમનો દિકરો કામ અર્થે ઘર બંધ કરીને બહાર ગયો હતો, જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે જોયું તો ઘરની તિજોરીનો સામાન વેરવિખેર પડ્યો હતો અને તિજોરીના લોકરમાં મૂકેલા રોકડા રૂ.9.50 લાખ પણ ગાયબ હતા. જેથી તેઓને કોઈ અજાણ્યો શખસ ઘરમાં પ્રવેશી ચોરી કરી ભાગી ગયો હોવાનું લાગતા વિનોદભાઈએ આ મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.