‘નીંદ મેં ચલતા દેશ’ કાર્યક્રમ:સ્વાર્થથી ઉપર ઉઠીને સમાજ-રાષ્ટ્ર હિત માટે પણ વિચાર કરવો જોઈએ - આચાર્ય વાગીશ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓઢવમાં આર્ય સમાજે ‘નીંદ મેં ચલતા દેશ’ કાર્યક્રમનું આયોજન કર્યું

ઓઢવમાં આવેલા શહીદ વીર મંગલ પાંડે હોલમાં આર્ય સમાજ ‘નીંદ મેં ચલતા દેશ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડો. આચાર્ય વાગીશજીએ જણાવ્યું હતું કે, આપણે બધાંએ પોત-પોતાના સ્વાર્થથી ઉપર ઊઠીને સમાજ અને રાષ્ટ્રના હિત માટે પણ વિચાર કરવો જોઈએ, ફક્ત પોતાની પ્રગતિથી ખુશ ના થઇ સમાજ, ગામ અને રાષ્ટ્રની પ્રગતિ થાય એમાં પણ આપણું યોગદાન હોવું જોઈએ.

800થી વધુ લોકોને સંબોધિત કરતા આચાર્યએ દેશપ્રેમ અને મનુષ્યના નૈતિક મૂલ્ય પર ભાર મૂક્યો હતો. એમણે સ્વતંત્રતાનો અર્થ સમજાવતા કહ્યું હતું કે, દેશમાં સ્વ-તંત્ર હોવું જોઈએ, આપણે બધાંએ સામાજિક હિતના નિયમોનું પાલન કરવું જોઈએ. એમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ આપણો દેશ ઊંઘમાં ચાલી રહ્યો છે, એટલે ફક્ત સરકાર પર જવાબદારી નાખીને આપણે ચુપ ન રહેવું જોઈએ.

દૂષણ અને અત્યાચાર સામે આપણે બધાંએ એક જૂથ થઈને અવાજ ઉઠાવવો જોઈએ. જે લોકો અને સંસ્થા આ સારું કાર્ય કરી રહ્યા છે એમને આપણે સમર્થન આપવું જોઈએ. આર્ય સમાજ એ કોઈ ધર્મ-સંપ્રદાય નથી, પરંતુ એ એક આંદોલન છે જે આપણા અવગુણોને દૂર કરીને સદગુણ ધારણ કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...