ફટાકડાના વેપારીની નવી પહેલ:અમદાવાદની એક દુકાને રૂ.10ના ફટાકડાની ખરીદી પર મફત છોડ મળશે, અત્યારસુધીમાં 2 હજાર લોકોને છોડ આપ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદૂષણમાંથી રાહત મેળવવા અને પર્યાવરણનું જતન થાય એ હેતુથી આ અભિયાન શરૂ કર્યું

દિવાળીમાં કરોડો રૂપિયાના ફટાકડાનું વેચાણ થાય છે અને લોકો ઉત્સાહપૂર્વક ફોડે પણ છે. ફટાકડા ફોડવાને કારણે વાતાવરણમાં ભારે પ્રદૂષણ ફેલાય છે, જેના પર લોકો ધ્યાન આપતા નથી, ત્યારે અમદાવાદમાં એક ફટાકડાના વેપારીએ નવી પહેલ કરી છે, જેમાં વેપારી ફટાકડા સાથે પર્યાવરણ માટે છોડ વિનામૂલ્યે આપે છે.

વિનામૂલ્યે છોડ આપી એને રોપવા વિનંતી કરવામાં આવે છે
વિનામૂલ્યે છોડ આપી એને રોપવા વિનંતી કરવામાં આવે છે

10 રૂપિયાના ફટાકડાની ખરીદી પર પણ મળશે છોડ
અમદાવાદના નિકોલ વિસ્તારમાં અફ્લાતૂન્ અંબિકા નામની ફટાકડાની દુકાન આવેલી છે. આ દુકાનમાં વેપારી દ્વારા મોટે પાયે ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે, પરંતુ એની સાથે વેપારી વિનામૂલ્યે છોડ પણ આપે છે. 10 રૂપિયાથી હજારો રૂપિયા સુધીના ફટાકડા ખરીદે તે તમામ લોકોને દુકાનના માલિક નેહલાની દિનેશભાઈ દ્વારા એની સાથેવિનામૂલ્યે છોડ આપી એને રોપવા વિનંતી કરવામાં આવે છે

અત્યારસુધી 2000 જેટલા લોકોને છોડ આપ્યા
અત્યારસુધી 2000 જેટલા લોકોને છોડ આપ્યા

2000 લોકોને છોડ આપ્યા
દુકાનના માલિક દિનેશભાઈએ જણાવ્યું હતું કે ફટાકડા ફોડવાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેસાય છે, જેને રોકી તો નથી શકાતું, પરંતુ એમાંથી રાહત મેળવવા અને પર્યાવરણનું જતન થાય એ હેતુથી અમે ફટાકડા સાથે છોડ આપવાનું શરૂ કર્યું છે. આ છોડ અમે તમામ ગ્રાહકોને વિનામૂલ્યે આપીને એને રોપવા પણ વિનંતી કરીએ છીએ. અત્યારસુધી 2000 જેટલા લોકોને છોડ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...