તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કીમતી ઘડિયાળો ચોરનારી ચાદર ગેંગનો એક પકડાયો, CG રોડના શોરૂમમાં ચાદરની આડ રાખી ચોરી કરી હતી

અમદાવાદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ગેંગના અન્ય સભ્યો નેપાળ ભાગ્યાની આશંકા

સીજીરોડ પરના ઘડિયાળના શોરૂમમાંથી કીમતી ઘડિયાળોની ચોરી કરવાની ઘટનામાં શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે. જ્યારે ગેંગના અન્ય સભ્યો નેપાળ ભાગી ગયા હોવાની આશંકા છે.

સીજીરોડ પર ચાદરની આડાશમાં ઘડિયાળના શોરૂમનું તાળુ તોડી અંદર ધુસી લાખો રૂપિયાની ઘડિયાળોની ચોરી કરવા માટે ચાદર ગેંગે પહેલા શોરૂમમાંથી રૂ.16 હજારની ઘડિયાળ ખરીદી હતી. ત્યારબાદ તક જોઈને ચાદરની આડમાં ચોરી કરી હતી.

આ ઘટનામાં સીસીટીવીના આધારે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી આ ગેંગના સભ્યો બિહારના મોતીહારી જિલ્લાના ધોરાસહન ગામના ચિત્તપટ્ટીના હોવાનું જણાતા એક ટીમ ત્યાં ગઈ હતી. જયાં ટીમે એક સપ્તાહ સુધી ગેંગના સભ્યોનું પગેરુ દબાવતી રહી હતી. અંતે આ ગેંગનો એક સભ્ય જેણે ચાદર પકડી રાખી હતી તે રોહિતકુમાર જિતેન્દ્રસિંહ રાજપૂત પકડાઈ ગયો હતો. પોલીસના અનુસાર આ ગેંગના અન્ય સભ્યો નજીક આવેલી નેપાળ બોર્ડર પાર કરી નેપાળ નાસી ગયા હોવાની આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો