ધરપકડ:ATMનાં ટ્રાન્ઝેક્શન ફેલ બતાવી 77 લાખ પડાવનાર ગેંગનો એક પકડાયો

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • UPની ગેંગ 5થી 25 હજારમાં પરિચિતોના કાર્ડ લાવી ઠગાઈ કરતી
  • ટ્રેમાં​​​​​​​ આંગળી ભરાવી પૈસા લઈ લેતી, પણ ટ્રાન્ઝેક્શન ફેલ ગણાતું

જુદા જુદા 262 ગ્રાહકોના એટીએમ કાર્ડથી એસબીઆઈ સાથે રૂ.77.66 લાખની છેતરપિંડી કરનારી ઉત્તરપ્રદેશની 12થી 14 લોકોની ગેંગના એક સાગરીતની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. આ ગેંગના સભ્યો પરિવાર, સગા સબંધી તેમજ પરિચિત લોકોને 5થી 25 હજાર રૂપિયા આપીને તેમનું એટીએમ કાર્ડ લઈ લેતા હતા, ત્યારબાદ તે કાર્ડ એટીએમમાં સ્વાઈપ કરીને પૈસા બોર્ડમાંથી ટ્રેમાં આવે ત્યારે ટ્રેમાં આંગળી નાખી દેતા હતા. જેથી પૈસા બહાર આવી જતા, પરંતુ ટ્રાન્જેકશન ફેઈલ થઈ જતું હતંુ. જેથી તે પૈસા માટે બેંકમાં કલેઈમ કરીને પૈસા પડાવતા હતા.

આ ઉપરાંત પૈસા ઉપાડતી વખતે પહેલી અને છેલ્લી નોટ મશીનમાં રહેવા દેતા હતા. જ્યારે વચ્ચેથી નોટો કાઢી લઈને ટ્રાન્જેકશન ફેઈલ કહી બેંકમાં ખોટો કલેઈમ કરતા હતા. આ અંગે સીઆઈડી ક્રાઈમે ટોળકીના સાગરિત જીતેન્દ્રકુમાર ઉર્ફે મોનુ રામબાબુ કટીયારને ઉત્તરપ્રદેશના સિકન્દરા ખાતેથી ઝડપી લીધો હતો. અગાઉ 1 આરોપી પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...