આગાહી:આજથી 3 દિવસ વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ થઈ શકે

અમદાવાદ સહિત રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ સર્જાયેલો છે. હવામાન વિભાગે ફરી એકવાર અમદાવાદ સહિત રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હાલમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્મટ સક્રીય છે. બંગાળની ખાડીમાં ફરી એકવાર લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે.

રાજ્યના હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં કુલ વરસાદનો ક્વોટા પૂર્ણ થઈ ગયો છે અને હાલમાં સરેરાશ કરતા પણ વધુ વરસાદ થઈ રહ્યો છે. ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા બાદ વરસાદનું જોર ઘટશે અને ચોથા દિવસ બાદ વરસાદ વિરામ લે તેવી શક્યતા છે. હાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિસ્ટમના કારણે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...