કોરોનાની સારવાર:સોલા સિવિલમાં 2 અને 1200 બેડમાં વધુ એક દર્દી દાખલ, સિવિલમાં હાલ ઓમિક્રોનના 4 દર્દી સારવારમાં

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દી દાખલ થયો છે, જેને પગલે હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધીને 2 થઇ છે. જ્યારે હાલમાં હોસ્પિટલમાં ઓમિક્રોનના 4 પોઝિટિવ, 2 શંકાસ્પદ દર્દી સાથે કુલ 8 દર્દી સારવાર હેઠળ છે. જયારે એક ઓમિક્રોન પોઝિટિવ દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડાયો છે.

સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. રાકેશ જોષી જણાવે છે કે, 1200 બેડ હોસ્પિટલમાં કુબેરનગરના 66 વર્ષીય વ્યકિતનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતાં દાખલ કરીને તેના સેમ્પલ ઓમિક્રોન જી-નોમ માટે મોકલી અપાયા છે. દર્દીની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. હોસ્પિટલમાં કોવિડ પોઝિટિવ દર્દીની સંખ્યા બે થઇ છે.

સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં બે કોરોના પોઝિટિવ દર્દી દાખલ થયા છે. અમદાવાદના આ બંને દર્દીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવતાં બંને દર્દી સારવાર માટે દાખલ થયા છે, બંને દર્દીનાં સેમ્પલ ઓમિક્રોનના જી-નોમ માટે મોકલી અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...