• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • One More Death, Investigation Handed Over To Nirlipta Rai, Jyoti Patel; 23.53 Lakh Liters Of Country Liquor Was Seized In Gujarat In The Last One And A Half Years

બરવાળા લઠ્ઠાકાંડ:વધુ એકનું મોત, તપાસ નિર્લિપ્ત રાય, જ્યોતિ પટેલને સોંપાઈ; ગુજરાતમાં છેલ્લાં દોઢ વર્ષમાં 23.53 લાખ લિટર દેશી દારૂ પકડાયો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નિર્લિપ્ત રાય - ફાઇલ તસવીર - Divya Bhaskar
નિર્લિપ્ત રાય - ફાઇલ તસવીર
  • દરિયાપુરના મનપસંદ જિમખાનામાં સૌથી મોટી રેડ કરનાર જ્યોતિ પટેલ અમદાવાદ જિલ્લાના લઠ્ઠાકાંડની તપાસ કરશે

અમદાવાદ અને બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં વધુ એક મોત સાથે મૃતાંક 56 થયો છે. જોકે આ બંને જિલ્લાના લઠ્ઠાકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે. જ્યારે અમદાવાદ જિલ્લાના લઠ્ઠાકાંડની તપાસ પોલીસ અધિક્ષક જ્યોતિ પટેલને સોંપવામાં આવી છે.

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ અંગે બરવાળા અને રાણપુર પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ અંગે ધંધુકા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 56 કરતાં પણ વધારે લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

જ્યારે આ બંને જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ માટે બુટલેગરો જેટલા જ પોલીસ અધિકારીઓને જવાબદાર ઠેરાવવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા ડીએસપી વીરેન્દ્રસિંહ યાદવ અને બોટાદ જિલ્લા ડીએસપી કરણરાજ વાઘેલાની બદલી કરવામાં આવી હતી. જ્યારે 2 ડીવાયએસપી, 2 પીઆઈ અને 2 પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જોકે આ લઠ્ઠાકાંડની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય તે માટે બોટાદ જિલ્લાના લઠ્ઠાકાંડની તપાસ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે. જ્યારે અમદાવાદ જિલ્લાના લઠ્ઠાકાંડની તપાસ પોલીસ અધિક્ષક જ્યોતિ પંકજ પટેલને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જ્યોતિ પટેલ પણ લાંબા સમય સુધી સ્ટેટ મોનિટરિંગ સેલમાં રહ્યા હતા અને તેમણે જ દરિયાપુરના મનસપંદ જિમખાનામાં રેડ પાડી હતી.

50માંથી 42 દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ
​​​​​​​બરવાળાના લઠ્ઠાકાંડના 50 અસરગ્રસ્તો સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી વેન્ટિલેટર પર રહેલાં એક 32 વર્ષીય દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ દર્દીને ગંભીર સ્થિતિમાં લવાયો હોવાથી શરૂથી જ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યારે સ્વસ્થ થયેલાં 42 દર્દીને છેલ્લાં બે દિવસમાં રજા અપાઈ છે. હાલમાં હોસ્પિટલમાં દાખલ 7માંથી 2 દર્દી વેન્ટિલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...