કોરોનાનો હાહાકાર:ભાજપના વધુ એક સાંસદ ડો.કિરીટ સોલંકી કોરોનાગ્રસ્ત, આજે 8 કલાકમાં ભાજપના 5 નેતા કોરોના સંક્રમિત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં ત્રણ સાંસદ અમિત શાહ, રમેશ ધડુક અને ડૉ.કિરીટ સોલંકી કોરોનાગ્રસ્ત
  • 16 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોનાનો શિકાર થયા

રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેમાં પણ આજે તો ચાર-ચાર નેતા કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. આજે ગુજરાતના ત્રીજા સાંસદ ડૉ.કિરીટ સોલંકી પણ કોરોના સંક્રમિત થયા છે. આમ આજે દિવસના 8 કલાક દરમિયાન ભાજપના પાંચ નેતાઓ કોરોનાનો શિકાર બન્યા છે. કોરોના થવા અંગે ડૉ.કિરીટ સોલંકીએ ફેસબૂક પર લખેલી પોસ્ટમાં જણાવ્યું કે, 20 ઓગસ્ટ 2020થી મને હળવો તાવ અને શરદી રહેતા હતા, ત્યારથી હું આઈસોલેશનમાં રહ્યો છું. લક્ષણોને જોતા મેં આજે કોવિડ ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો છે. પરંતુ હળવા લક્ષણોને કારણે ડૉક્ટરે મને કડક હોમ ક્વોરન્ટીનની સલાહ આપી છે. આ દરમિયાન જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે અને તેમને મેડિકલ સલાહ લે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ સાંસદ(અમિત શાહ, રમેશ ધડુક અને ડૉ.કિરીટ સોલંકી), 16 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી સંક્રમિત થઈ ચૂક્યા છે.

પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ગરબે રમનારા MLA હર્ષ સંઘવી કોરોનાગ્રસ્ત
આજે સવારે સુરતના મજૂરા વિધાનસભા બેઠક ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હર્ષ સંઘવીએ સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કેશોદ ચોકડી પર ગરબા લીધા હતાં. આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે. સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાનો ડર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો.

જિલ્લા ભાજપ મહામંત્રી સહિત સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ નેતાને કોરોના
ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી પછી સુરેન્દ્રનગરના ભાજપના નેતાને પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની સાથે સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. સવારે બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બપોરે જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ પણ પોઝિટિવ આવ્યો હતો.

ભરતસિંહ 67 દિવસથી સારવાર હેઠળ
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગતા તેમને 22 જૂને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હજુ પણ સિમ્સ હોસ્પિટલમાં જ સારવાર લઇ રહ્યા છે. હાલમાં તેમની તબિયત સુધારા પર છે. હાલનો તેમનો ફોટો જોતા તેમને ઓળખવા મુશ્કેલ પડે તેવી તેમના શરીર પર અસર થઇ છે. આમ તેઓ 67 દિવસથી સારવાર હેઠળ છે. જો કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે અને તેઓ જનરલ વોર્ડમાં છે.

અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત બનેલા ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદો

નામપક્ષહોદ્દોહાલની સ્થિતિ
હર્ષ સંઘવીભાજપધારાસભ્યસારવાર હેઠળ
કિશોર ચૌહાણભાજપધારાસભ્યડિસ્ચાર્જ
નિમાબહેન આચાર્યભાજપધારાસભ્યસારવાર હેઠળ
બલરામ થાવાણીભાજપધારાસભ્યડિસ્ચાર્જ
પૂર્ણેશ મોદીભાજપધારાસભ્યડિસ્ચાર્જ
જગદીશ પંચાલભાજપધારાસભ્યડિસ્ચાર્જ
કેતન ઈનામદારભાજપધારાસભ્યડિસ્ચાર્જ
વી.ડી. ઝાલાવાડિયાભાજપધારાસભ્યડિસ્ચાર્જ
રમણ પાટકરભાજપરાજ્યકક્ષાના મંત્રીડિસ્ચાર્જ
સી.જે.ચાવડાકોંગ્રેસધારાસભ્યડિસ્ચાર્જ
ઈમરાન ખેડાવાલાકોંગ્રેસધારાસભ્યડિસ્ચાર્જ
નિરંજન પટેલકોંગ્રેસધારાસભ્યડિસ્ચાર્જ
કાન્તિ ખરાડીકોંગ્રેસધારાસભ્યડિસ્ચાર્જ
ચિરાગ કાલરિયાકોંગ્રેસધારાસભ્યડિસ્ચાર્જ
ગેનીબેન ઠાકોરકોંગ્રેસધારાસભ્યડિસ્ચાર્જ
રઘુ દેસાઈકોંગ્રેસધારાસભ્યડિસ્ચાર્જ
શંકરસિંહ વાઘેલા-પૂર્વ મુખ્યમંત્રીડિસ્ચાર્જ
ભરતસિંહ સોલંકીકોંગ્રેસપૂર્વ કેન્દ્રીય મંત્રીસારવાર હેઠળ
રમેશ ધડુકભાજપસંસદ સભ્યસારવાર હેઠળ
અમિત શાહભાજપકેન્દ્રીય ગૃહમંત્રીડિસ્ચાર્જ
ડો.કિરીટ સોલંકીભાજપસંસદ સભ્યહોમ ક્વોરન્ટીન
અન્ય સમાચારો પણ છે...