તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • One Lakh People Took Advantage Of The YouTube Channel Which Started Teaching English Grammar To Students For Free During The Corona Period.

ઓનલાઈન શિક્ષણ:કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં અંગ્રેજી ગ્રામર શીખવવા શરૂ કરેલ યુટ્યૂબ ચેનલનો એક લાખ લોકોએ લાભ લીધો

અમદાવાદ13 દિવસ પહેલા
અમદાવાદની નીમા સ્કૂલના આચાર્ય સહદેવ સિંહ સોનાગરા
  • અત્યાર સુધી 26 એપિસોડ બનાવ્યા જેને સારો પ્રતિસાદ મળતાં વધુ એપિસોડ બનાવવાનું શરૂ કર્યું
  • તમામ એપિસોડ ઓપન ફોર ઓલ રાખવામાં આવતાં ચેનલ પર વધુ લોકો આવ્યાં

કોરોના મહામારીમાં લૉકડાઉન લગાવી દેવામાં આવતાં સૌથી વધુ અસર શિક્ષણ પર પડી હતી. હવે કોરોના ઓસરતા સ્કૂલો અને કોલેજોમાં ફરીવાર ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના એક શિક્ષકે વિદ્યાર્થીઓને ઘરે બેઠાં શિક્ષણ મળે તે માટે યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. જેમાં અંગ્રેજી ગ્રામર શીખવવા માટેના એપિસોડ બનાવવામાં આવ્યાં હતાં. અત્યાર સુધીમાં આ શિક્ષકે 26 એપિસોડ બનાવ્યાં છે. જેમાં એક લાખ જેટલા લોકોએ લાભ લીધો છે. આ તમામ એપિસોડ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખવામાં આવ્યાં છે.

23 મે ના રોજ પહેલો એપિસોડ બનાવ્યો
અમદાવાદની નીમા સ્કૂલના આચાર્ય સહદેવ સિંહ સોનાગરાએ કોરોના શરૂ થતાં શિક્ષણ અંગે ચર્ચા કરી હતી અને યુટ્યુબ પર અંગ્રેજી વિષયના 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ગ્રામીરના એપિસોડ બનાવવામાં શરૂ કર્યા હતા.23 મે ના રોજ પહેલો એપિસોડ બનાવ્યો હતો જેને સારો પ્રતિસાદ મળતા અત્યાર સુધીમાં 26 એપિસોડ બનાવ્યા છે.26 એપિસોડ 1 લાખ લોકો સુધી પહોંચ્યો છે. જેથી સહદેવ સિંહ દ્વારા હજુ એપિસોડ બનાવવામાં ચાલુ છે.

ઓપન ફોર ઓલ રાખતાં વધુ લોકો ચેનલ પર જોડાયાં
ઓપન ફોર ઓલ રાખતાં વધુ લોકો ચેનલ પર જોડાયાં

વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપ્યું
પોતાના સ્કૂલના વિદ્યાર્થીઓ જ નહિ પરંતુ અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ એપિસોડ જોઈ શકે તે માટે વિના મૂલ્યે જ એપિસોડ રાખવા આવ્યા છે. આ અંગે સહદેવ સિંહે જણાવ્યું હતું કે કોરોના શરૂ થયા ઓનલાઇન શિક્ષણની જરૂર ઊભી થઈ હતી જેથી બાળકો સુધી પહોંચવા ટેકનોલોજીની જરૂર હતી માટે યુટ્યુબ ના ઉપયોગ દ્વારા ઈંગ્લીશ ગ્રામર માટે એપિસોડ બનાવ્યા હતા જે આજે 1 લાખ લોકો સુધી પહોંચ્યા છે..આ એપિસોડ એક સ્કૂલ પૂરતું નહિ પરંતુ ઓપન ફોર ઓલ રાખવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...