તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન:સોલા સાયન્સ સિટી રોડ પર હિટ એન્ડ રનમાં એકનું મોત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સગીરે એક્ટિવાચાલક, રાહદારીને ટક્કર મારી
  • લોકો ભેગા થઈ જતાં કાર મૂકી ચાલક ફરાર

સોલા સાયન્સ સિટી રોડ કારના ચાલકે એક્ટિવાને ટક્કર મારી ચાલકને ઉડાવ્યો હતો. ત્યારબાદ તે જ સગીર વયના કારચાલકે અન્ય એક રાહદારી યુવાનને પણ કચડી માર્યો હતો. જોકે અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ભાગી ગયો હતો.

ભાડજ લેબર કોલોનીમાં રહેતા વર્ષાબહેન તેમના ભાઈ રાહુલ, બે બાળકો તેમ જ અન્ય મજૂરો સાથે ચાલતા જતા હતા ત્યારે ભાડજ સર્કલ પરથી એક કારચાલકે એક્ટિવાને ટકકર મારતા રામજી પટેલ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ કારચાલકે રાહુલને ટકકર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રાહુલનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું

જોકે આ ઘટનાના પગલે લોકો ભેગા થઇ જતા કારચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. આ અંગે વર્ષાબહેને એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાલક વિરુદ્ધ અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...