ક્રાઇમ:કૃષ્ણનગરમાં ઓવરટેક કરવાની બાબતે બે યુવાનો વચ્ચેના ઝઘડામાં એકની હત્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે સવારે ચિરાગ મરાઠી કૃષ્ણનગરના વિદ્યાવિહાર સ્કૂલ પાસે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમના મિત્ર ધુવ્રરાજસિંહ ભાટી (નરોડા-નિકોલ રોડ)ને નિશુ શાહ તેના પિતા અને રૂચિલ નામનો યુવાન લાકડાના દંડા વડે મારતા હતા. જેથી ચિરાગ તેમના મિત્રને છોડાવવા વચ્ચે પડ્યા હતા. આ ઘટનામાં ધુવ્રરાજસિંહ લોહીલુહાણ થતા હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે ચિરાગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી.પટેલે જણાવ્યું હતું કે, આરોપીપક્ષની ફરિયાદ મુજબ વાહનની ઓવરટેક બાબતે થયેલી બોલાચાલીમાં મારામારી થઈ હતી. પોલીસે હવે હત્યાના મૂળ સુધી પહોંચવાની પ્રક્રિયા હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...