તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં મેઘરાજા એન્ટ્રી:શહેરના પૂર્વ-પશ્ચિમમાં મેઘમહેર, પાલટી, નરોડા, નિકોલમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદ વધી

શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ બાદ આજે બપોર બાદ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરના પશ્ચિમમાં એસ.જી હાઈવે, પાલડી, નવરંપુરા, ઘાટલોડિયા તેમજ પૂર્વમાં નરોડા, મેમકો, નિકોલ સહિતના વિસ્તારમાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હજુપણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

એરપોર્ટના ટર્મિનલ એરિયામાં પાણી ભરાઈ ગયું હતું.
એરપોર્ટના ટર્મિનલ એરિયામાં પાણી ભરાઈ ગયું હતું.

વરસાદને પગલે ટર્મિનલ એરિયામાં પાણી ભરાયાં
ગઈકાલે પવન સાથે વરસાદ તૂટી પડતાં અમદાવાદ એરપોર્ટ પર ઉભેલી ફ્લાઈટની દિશા ફરી જતાં અધિકારીઓ દોડતા થયા હતા. વધુમાં ભારે પવન અને વરસાદમાં અમદાવાદ પહોંચેલી ઇન્ડિગોની મુંબઈ-અમદાવાદ ફ્લાઈટે થોડો સમય હવામાં ચક્કર માર્યા બાદ પાયલોટે ફ્યુઅલ એલર્ટ જાહેર કરતા ફ્લાઈટ જયપુર ડાઈવર્ટ કરી હતી. એર ઇન્ડિયાની દિલ્હી-અમદાવાદ ફ્લાઈટ અને અન્ય એક ચાર્ટર્ડ ફ્લાઈટ થોડા સમય સુધી હવામાં ફર્યા બાદ લેન્ડ ન થઈ શકતા સુરત ડાઈવર્ટ કરાઈ હતી. વરસાદને કારણે એરપોર્ટના ટર્મિનલ એરિયામાં પણ પાણી ભરાઈ ગયા હતા. બુધવારે મોડી સાંજે શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં ભારે પવનને કારણે અમદાવાદ એરપોર્ટ પર ઉભેલી એક ફ્લાઈટની દિશા ફરી જતા અધિકારીઓ દોડતા થયા હતા અને ફ્લાઈટને યોગ્ય દિશામાં વાળવાનો પ્રયાસ કર્યો હતો.

અંડરપાસમાં ભરાયેલા પાણીમાં શ્રમિકોને લઈ જતી પીક અપ વાન ફસાઈ
અંડરપાસમાં ભરાયેલા પાણીમાં શ્રમિકોને લઈ જતી પીક અપ વાન ફસાઈ

પ્રિ-મોન્સુન પ્લાન અંગે સવાલો ઉભા થયાં
અમદાવાદમાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ પ્રિ-મોન્સુન પ્લાન અંગે સવાલો ઉભા થયાં છે. માત્ર બે ઈંચ જેટલા વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ ગયાં હતાં. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને મોટી હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં બુધવારે થયેલા વરસાદને લીધે SP રીંગ રોડ પરના સર્કલ નજીકના અંડરપાસમાં પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદ ગઈ કાલે રાત્રે થયો હતો પરંતુ 14 થી 15 કલાક બાદ પણ અંડર પાસમાં છાતી સમુ પાણી ભરેલ છે. જેના કારણે પીક-અપ વાન પાણીમાં ફસાતા અનેક શ્રમિકોના જીવ જોખમાં મુકાયા હતા.

વોટર એન્ડ ડ્રેનેજ કમિટિના ચેરમેન શું કહે છે?
વોટર એન્ડ ડ્રેનેજ કમિટિના ચેરમેન જતીન પટેલે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં 48 વોર્ડમાં આવેલી 51 હજાર જેટલી કેચપીટ બે વખત સાફ કરી દેવામાં આવી છે. ગરનાળામાં પાણી ભરાવવાની સમસ્યા હોય ત્યાં સમ્પ મૂકી અને પમ્પથી પાણી બહાર ઉલેચવાની કામગીરી કરવામાં આવે છે. જ્યાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી નથી થતો અને પાણી ભરાવવાની સમસ્યાઓ છે ત્યાં મશીનો દ્વારા પાઈપની સફાઈ કરાવવામાં આવી છે. વોટર ડ્રેનેજ પાછળ કેટલા રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે અને ખર્ચ મામલે તેઓએ જણાવ્યું હતું કે મારે તો તે માટે જોવું પડશે.. જ્યારે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટને બે વાર ફોન કરવા છતાં તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

અન્ય સમાચારો પણ છે...