તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદાહરણ:રાહતળાવમાં એક પરિવારે સરકારની 8 યોજનાનો લાભ મેળવી પ્રગતિ કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 વ્યક્તિઓનો આ સંયુક્ત પરિવાર આવાસ, પાણી, ભૂગર્ભ ટાંકી, ખેતી, ગાય નિભાવ, રાંધણ ગેસ અને વયવંદનાનો લાભ મેળવે છે

રાજ્ય સરકારની અનેક માનવ કલ્યાણકારી યોજનાના મીઠા ફળ ગામે-ગામ જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વની સરકારના પરિપ્રેક્ષ્યમાં વિકાસની રૂપરેખા પર અનેક પરિવારોના જીવનધોરણમાં દેખીતો ફેરફાર જોવા મળ્યો છે.સરકારના અનેક વિભાગો દ્વારા જનહિતલક્ષી વિવિધ યોજનાઓ શહેરી અને ગ્રામીણ કક્ષા માટે અમલમાં છે. જેનું એક ઉદાહરણ છે ધોલેરા તાલુકાનું રાહતળાવ ગામ. માતા-પિતા સાથે ત્રણ ભાઈઓના પરિવારના 20 સભ્યો એક આંગણે સાથે રહે છે રાહતળાવમાં જન્મેલા અને ત્યાં જ પરંપરાગત રીતે ખેતીનો વ્યવસાય કરતા ફુલાભાઈ ભરભીડીયા હાલ 65 વર્ષની વય ધરાવે છે.

20 સભ્યોના વિશાળ પરિવારમાં ત્રણ દીકરા છે. જે પરંપરાગત રીતે ખેતી સાથે સંકળાયેલા છે અને બીપીએલ કાર્ડ ધરાવે છે. થોડા વર્ષ પહેલાં ફુલાભાઇને ઈન્દિરા આવાસ યોજના વિશેની માહિતી ગ્રામ પંચાયત કક્ષાએથી મળતા તુરંત જ ફોર્મ ભરીને મળવાપાત્ર રકમ આવતા પાકું ઘર બનાવ્યું હતું. તેમની પોતાની ખેતીની જમીન હોવાથી ત્રણ ગાય અને ટ્રેક્ટર વસાવેલું છે. જેમાં રાજ્ય સરકારની ‘’સાત પગલાં ખેડૂત કલ્યાણ’’ અંતર્ગત જાહેર કરવામાં આવેલા એક ગાયના નિભાવ ખર્ચ પેટે દર માસે 900 રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં જમા થાય છે, તદુપરાંત ટ્રેક્ટર માટેની સબસીડી માટે ઓનલાઈન ફોર્મ ભર્યું છે.

આ ઉપરાંત ખેતર સુધી પાણી પહોંચે એ માટે 33 જેટલી મોટી પાઈપલાઈન પણ રાજ્ય સરકારની યોજના અંતર્ગત બે વર્ષથી મંજૂર કરવામાં આવી છે અને તેની આર્થિક સહાય પણ મળી છે.2016ના વર્ષ પહેલાં ‘વાસ્મો’ દ્વારા સમગ્ર ધોલેરા અને ધંધુકા તાલુકામાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા બનાવી આપવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ફુલાભાઈના ઘરના આંગણામાં વાસ્મો દ્વારા નિર્મિત ભૂગર્ભ ટાંકાની સહાય મળી છે.

અન્ય સમાચારો પણ છે...