સીએનજીના ભાવવધારા મુદ્દે વિરોધ:અમદાવાદમાં રિક્ષાચાલકોની એક દિવસીય હડતાલ : આપ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘આપ’ રિક્ષા સેલ યુનિયનની જાહેરાત

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી હરીશ કોઠારી, આપ રિક્ષા સેલ યુનિયનના પ્રમુખ - ઉપપ્રમુખ કિશાન કોરીએ સીએનજીના ભાવવધારા મુદ્દે અમદાવાદમાં રિક્ષા ચાલકોની એક દિવસીય હડતાલની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે આવતીકાલથી રિક્ષા એસોસિએશન અને રિક્ષાચાલકોની હડતાલ થવા જઈ રહી છે. આ બાબતે આમ આદમી પાર્ટી તરફથી રિક્ષા એસોસિએશનના દરેક યુનિયનને આવકારીએ છીએ.

ગુજરાત રિક્ષા એસોસીએશનના દરેક હોદેદારો ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવા માંગે છે. તેઓની સીએનજીમાં તોતિંગ વધારો જે કરવામાં આવેલો છે તે પાછો ખેંચવામાં આવે ,સીએનજીના જીએસટીમાં લાવવા, સીએનજી ચાલકોને સરકારમાં સબસિડી આપવા, રિક્ષા ભાડામાં વધારો કરવાની, રિક્ષાચાલકો ઉપર જે પોલીસ દમન થઈ રહ્યું છે એ બંધ કરવાની રજૂઆત છે. આ બાબતે રિક્ષા એસોસિએશન સંચાલકોએ સરકાર સમક્ષ ઘણી વાર રજૂઆત કરેલ છે.

આમ આદમી પાર્ટી રિક્ષા એસોશીએશને પણ આ બાબતે ઘણી વાર ધ્યાન દોરેલું છે પરંતુ સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી એસોસિએશન હડતાલ ઉપર ના ઉતરે ત્યાં સુધી રજૂઆત સાંભળશે નહી.તેથી, નાછૂટકે કાલથી રિક્ષા એસોશીએશને હડતાલ ઉપર ઉતરવાનું નક્કી કર્યુ છે. જ્યાં સુધી રિક્ષા એસોશીએશનની માગણીઓ સરકાર સાંભળશે નહિ ત્યાં સુધી રિક્ષા એસોશીએશન પોતાનો વિરોધ નોંધાવશે. આમ આદમી પાર્ટીના રિક્ષા સેલના પ્રમુખ ઉપપ્રમુખ કિશન કોરીએ જણાવ્યું હતું કે 11 રિક્ષા એસોશીએશન આમ આદમી પાર્ટી સાથે જોડાઈને કાલે હડતાલ પર ઉતરવાની છે .

અન્ય સમાચારો પણ છે...