દારૂનો જથ્થો ઝડપાયો:સરસપુરમાંથી દારૂની 883 બોટલ સાથે એક ઝડપાયો

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.50 લાખની કિંમતનો દારૂ અને ગાડી જપ્ત, દારૂ મોકલનાર સહિત 8 સામે ગુનો નોંધાયો

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શહેરકોટડામાંથી દારૂની 883 બોટલ ભરેલી ગાડી સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. રાજસ્થાનના બુટલેગરોએ આ દારૂનો જથ્થો મોકલ્યો હોવાની પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. સરસપુર ચારતોડા કબ્રસ્તાન પાસેના મધુભાઈ મિલ કમ્પાઉન્ડમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી એક ગાડી પકડી પાડી હતી. પોલીસે તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની 883 બોટલ (કિંમત રૂ.1.50 લાખ) મળી આવી હતી.

આ સાથે પોલીસે ગોધરાના રહેવાસી કાર ચાલક મહિપતસિંહ પંચરામને ઝડપી લીધો હતો, જ્યારે આ દારૂનો જથ્થો રાજસ્થાનના બુટલેગર શકાજી રૂપાજી ડાંગી, ટીલી મહંમદ હુસેન શાહ અને સરવર ચૌધરીએ મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે કાર માલિક તેમજ પકડાયેલા આરોપી મહિપસિંહ સહિત કુલ 8 સામે ગુનો નોંધ્યો છે. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આરોપી મહિપતસિંહ વિરુદ્ધ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને આરોપી મહિપતસિંહને દારૂના જથ્થા અને કાર સાથે શહેરકોટડા પોલીસને સોંપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...