કાર્યવાહી:કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ રીફિલિંગ કરતો એક ઝડપાયો, ઘરેલુ સિલિન્ડરનો ગેસ ટ્રાન્સફર કરતો હતો

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 12 બોટલ સહિત મશીન જપ્ત કર્યું

દાણીલીમડામાં ચંડોળા તળાવ પાસેની ઓરડીમાં ઘરેલુ ગેસના બાટલામાંથી કોમર્શિયલ બાટલામાં રીફિલિંગ કરતા એક આરોપીને ઇસનપુર પોલીસે રંગેહાથ ઝડપી લઇ ઘરેલુ અને કોમર્શિયલના 12 બાટલા અને ઇલેક્ટ્રિક મશીન સાથે રુ.49 હજારનો મુદામાલ કબજે કર્યો છે.

ઘરેલું ગેસના સિલિન્ડરમાં સબસિડી આવતી હોવાથી તે ઓછી કિંમતે મળે છે જ્યારે કોમર્શિયલ સિલિન્ડર તેના કરતા વધુ કિંમતે માર્કેટમાં વેચાઈ છે. ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.ડી.ગોહિલને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે, દાણીલીમડામાં ચંડોળા તળાવ પાસેની ઓરડીમાં ગેરકાયદે ઘરેલું ગેસના સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલન્ડરમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ કરવા માટે ટીમ સાથે ઓરડીમાં છાપો માર્યો હતો.

પોલીસે જોયું તો આરોપી આશિફ શેખ(20) ગેસ એક સિલિન્ડરમાંથી ઈલેક્ટ્રિક મશીનતી ગેસ ટ્રાન્સફર કરી રહ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી ઓરડીમાં વધુ તપાસ કરતા 12 સિલિન્ડર અને ઇલેક્ટ્રિક મોટર સહિતનો 49 હજારનો મુદામાલ કબેજ કર્યો હતો. આ સાથે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરી હતી કે આરોપી સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને કેટલા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...