તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભા ડાયરી:કોઇ પોતાની પત્ની કેવી લાગે છે એવું પૂછે તો ય વખાણ કરી શકતા નથી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કોંગ્રેસના આક્ષેપોથી અકળાયેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસી ધારાસભ્યોને આડે હાથે લીધા હતા. પટેલે કહ્યું કે તમારી દ્રષ્ટી એટલી બધી નેગેટીવ છે કે કંઇ સારૂ હોય તો તે પણ કહી શકતા નથી. કોઇના પ્રસંગમાં ગયા હોય તો જમણવાર કેવો છે તેના વખાણ ન કરી શકો. કોઇ પુછે કે મારી પત્ની કેવી લાગે છે તો તેના વખાણ પણ તમે કરી શકતા નથી એટલી હદે નેગેટીવીટી તમારામાં ભરી છે.

ગેસના બાટલાના ભાવમાં હવે ભાઇઓના આંસુ પણ નીકળી ગયા
કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અનીલ જોશિયારાએ નાણા વિભાગના બજેટની ચર્ચા દરમિયાન મોંઘવારી મુદ્દે સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે યુપીએ સરકારમાં 380 રૂપિયાનો ગેસનો બાટલો હતો તો પણ તમને મોંઘવારી દેખાતી હતી અને રાડો પાડતા હતા કે બહેનોના આંસુ નીકળી ગયા. હવે બાટલો 900 રૂપિયાને પાર કરી ગયો છે અને ભાઇઓના પણ આંસુ નીકળી ગયા છે. તો તે મોંઘવારી તમને કેમ દેખાતી નથી.

વરસાદ પડે તો વધાવવાનો અને ન પડે તો મનાવવાની ઉજવણી
વિધાસભામાં નાણા વિભાગના બજેટની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજ્ય સરકારની ઉત્સવો પાછળ ખર્ચ કરવાની નીતિ સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે વર્ષ 2002માં પ્રથમવાર હું ધારાસભ્ય બનીને આવ્યો ત્યારે બે ઉત્સવો ઉજવાતા હતા. પરંતુ હાલ ગણી ન શકાય તેટલા ઉત્સવો સરકાર ઉજવી રહી છે. વરસાદ પડે તો તેને વધાવવા માટે અને ન પડે તો તેને મનાવવા માટે પણ ઉત્સવો ઉજવવામાં આવે છે. સરકારે ઉત્સવો પાછળ થતા કરોડો રૂપિયાનો ખર્ચ બંધ કરીને કરકસરની નીતિ અપનાવવી જોઇએ.

કલેક્ટર હોય તોય લોકોની સેવા કરવા જવું પડે તે અમારી સિદ્ધિ છે
ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાએ એવી ટીકા કરી હતી કે, સરકાર ઉત્સવમાં એટલી તરબોળ થઇ ગઇ છે કે, નાનો ઉત્સવ કરે તો ત્યાં પણ કલેકટર જેવા વ્યકિતને જવું પડે છે. આ ટકોરનો જવાબ આપતા નિતિન પટેલે કહ્યું હતું કે, કલેકટર હોય તો શું થઇ ગયું ? ખેડૂતોની,ગરીબોની,જનતાની સેવા કરવા માટે ગામડે પણ જવું પડે. તમારા શાસનમાં કલેકટરો રાજ કરતા હતા,અમારા શાસનમાં કલેકટરો સેવા કરવા જાય તે અમારી સિધ્ધિ છે.

કોંગ્રેસનું નામ પડતાં નીતિનભાઇ એટેકિંગ મોડમાં આવી જાય
​​​​​​​નાણાં વિભાગની માગણી દરમિયાન વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું હતું કે, નાણા મંત્રી નિતિનભાઇ જયારે પણ વિધાનસભામાં કોંગ્રેસનું નામ આવે એટલે એટેકીંગ મોડમાં આવી જાય છે. એકપણ મુદ્દો ચુકતા નથી. નિતન પટેલ બેઠા બેઠા શૈલેષ પરમાર સામે હસે છે અને ગૃહના સભ્યો પણ હસે છે. આ પછી ચર્ચામાં પરમારે એવી પણ ટકોર કરી દીધી કે નિતિનભાઇના શાસનમાં દેવું વધ્યું છે અને ભાજપની આ વણથંભી દેવાયાત્રા છે.

દેવું વધારવામાં દમદાર નાણાં મંત્રી, કોંગ્રેસનું અલગ સંબોધન
વિધાનસભામાં નાણા વિભાગના બજેટ સાથે તમામ વિભાગના બજેટની ચર્ચાનો આખરી દીવસ હોવાથી નાણા મંત્રી તરીકે નીતિન પટેલ કોંગ્રેસના ટાર્ગેટ ઉપર હતા. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના પ્રવચનમાં નીતિન પટેલ માટે અલગ જ સંબોધન કરતા કહ્યું હતું કે નાણા વિભાગના નાથ, દેવું વધારવામાં દમદાર એવા દેવાદાર ગુજરાતના નાણામંત્રી. આ સાંભળીને કોંગ્રેસમાંથી કોમેન્ટ આવી પણ નીતિન પટેલ પોતાના આગવા અંદાજમાં મુછમાં મરક મરક હસતા જોવા મળ્યા હતા.

સાહેબ મેં ત્રણ વર્ષ નોકરી કરી છે પણ આઠ વાર બદલી થઇ હતી
પેટા ચૂંટણી જીતીને ફરી વિધાનસભામાં એન્ટ્રી કરનાર ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારે નાણા વિભાગની ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતુ કે સાહેબ શરૂઆતના સમયમાં મેં પણ સરકારમાં ત્રણ વર્ષ નોકરી કરી છે પણ આ સમયમાં 8 વાર બદલી થઇ હતી. છેલ્લી નોકરી તિજોરી કચેરીમાં હતી. એ વખતે એક નિવૃત્ત કર્મચારી રોજ ઓફિસ આવતા હતા અને કર્મચારીઓને મદદ કરતા હતા. મેં પુછતા તેમણે કહ્યું કે સરકારે નોકરી હતી ત્યારે પગાર આપ્યો અને હવે પેન્શન આપે છે તો મારી પણ ફરજ બને છે કે હું સરકારને બનતી મદદ કરું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો