કાર્યવાહી:રાજસ્થાનથી નડિયાદ લઈ જવાતી બીયરની 51 પેટી સાથે એકની ધરપકડ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાંતિપુરા સર્કલ પાસેથી પકડી PCBએ સરખેજ પોલીસને સોંપ્યો
  • પોલીસે​​​​​​​ આબુરોડ અને નડિયાદના બુટલેગરની શોધ શરૂ કરી

રાજસ્થાનથી નડિયાદ બીયરની 51 પેટી (કુલ 1224 બોટલ) લઈ જઈ રહેલી ગાડીને પીસીબી એ શાંતિપુરા સર્કલ પાસેથી રોકીને તપાસ કરી હતી. પોલીસે બીયર તેમ જ ગાડી સહિત કુલ રૂ.6.61 લાખના મુદ્દામાલ સાથે ગાડીચાલક બુટલેગરને સરખેજ પોલીસને સોંપ્યો હતો.

રાજસ્થાનથી બીયરનો જથ્થો ભરેલી એક ગાડી એસપી રિંગરોડ થઇને નડિયાદ જઈ રહી હોવાની બાતમી પીસીબી પીઆઈ તરલ ભટ્ટને મળી હતી. આથી તેમણે ટીમ સાથે શાંતિપુરા સર્કલ ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ત્યાંથી પસાર થતી એક ગાડીને રોકીને તેમાં તપાસ કરતાં તેમાંથી બીયરની 51 પેટી (1224 બોટલ, કિં.રૂ.1.46 લાખ) મળી આવી હતી.

પોલીસે ગાડીના ચાલક ભૂપતસિંહ રાજપૂત (ઉં.30) ની પૂછપરછ કરતા તે રાજસ્થાન આબુરોડના બુટલેગર ચિરાગ પાસેથી બીયર લઈને આવ્યો હતો. બીયરનો જથ્થો નડિયાદના બુટલેગર અલ્પેશને પહોંચાડવાનો હતો, જેથી તે નડિયાદ જવા રિંગરોડ પરથી નીકળ્યો હતો. પોલીસે બીયર તેમ જ ગાડી સહિત કુલ રૂ.6.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો સાથે જ બીયર મોકલનાર આબુરોડના ચિરાગ અને બીયર મંગાવનાર નડિયાદના બુટલેગર અલ્પેશની તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...