તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એસપી રિંગરોડ પર ઓઢવ ઓવરબ્રિજ નીચેથી કઠવાડા થઈ ઈન્દોર તરફ જતા રોડના કામને લઈને દોઢ લાખ વાહનચાલકો હેરાન થઈ રહ્યાં છે. એક તરફના રોડનું કામ ચાલે છે તેનાથી સ્થાનિકો હેરાન થાય છે. એક વર્ષથી આ સર્કલ અને આસપાસના રોડનું કામ ચાલે છે જેનાથી સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે.
સર્કલથી કઠવાડા તરફ જતાં રોજ 2 કિમીની લાઇન લાગે છે
મારે ઓઢવ રિંગરોડ સર્કલથી કઠવાડા તરફ જવાનું હોય ત્યારે ઓફિસના કલાકોના સમયને ટાળીને વહેલો પસાર થઈ જાઉં છું. અહીં 2 કિમી સુધીની લાઈનો લાગે છે. આ કામ પૂર્ણ થાય તો રોજ 2 લાખ વાહનોને સરળતા રહે. -પ્રદિપ યાદવ, ઓઢવ
ઓઢવ ઓવરબ્રિજ સર્કલથી તમામ ક્ષેત્રોના લોકો જાય છે
ઓઢવ ઓવરબ્રિજ સર્કલથી કઠલાલ અને ઈન્દોર જવાય છે. એસટી બસો, પ્રાઈવેટ ગાડીઓ અને ઓઢવ ઈન્ડસ્ટ્રીના લોકો પસાર થાય છે. સાંજે અહીં ટ્રાફિકની લાઈનો લાગે છે. રોડ ઝડપથી રિપેર થાય તો તકલીફ ન રહે. -પ્રવીણ પટેલ, સ્થાનિક
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.