તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમ:આધાર સાથે લિન્ક ન થયેલા દોઢ લાખ EPF ખાતાં બંધ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 જૂનથી નવો નિયમ અમલમાં આવી ગયો

એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)ના નિયમમાં સુધારો કરીને કર્મચારીઓએ પોતાના એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિન્ક કરવું ફરજિયાત છે. એકાઉન્ટ આધાર સાથે લિન્ક ન હોવાથી ગુજરાતના આશરે 1.5 લાખ ખાતાઓ બંધ થઇ ગયા છે.

એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)ના કાયદામાં સુધારો કરી સરકારે દરેક કર્મચારીના ઇપીએફ એકાઉન્ટ સાથે આધાર લિન્ક કરવાનું ફરજિયાત કરાયું છે. જેનો અમલ 1 જૂન 2021 શરૂ થઈ ગયો છે. જે ખાતેદારે પોતાના એકાઉન્ટ નંબર સાથે આધાર કાર્ડ લિન્ક નહીં કર્યું હોય તેઓ ઇપીએફમાંથી પૈસા ઉપાડવાનું, પૈસા ટ્રાન્સફર કરવાનું, ઇપીએફમાં લોન મેળવી શકશે નહીં.

રાજ્યમાં આશરે 12 લાખ કર્મચારીઓ ઇપીએફમાં નોંધાયા છે. જેમાંથી 30 ટકા કર્મચારીઓ આ ડેટા અપલોડ કરી શક્યા નથી. આમ સરકારી નિયંત્રણો હજી પૂરા થયા નથી ત્યારે સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા નવા નિયમો મુકવાના કારણે લાખો કર્મચારીઓ પોતાના પૈસા હોવા છતાં મુશ્કેલીમાં મુકાયા છે. મોટા ભાગે પરપ્રાંતીય કર્મચારીઓ પાસે આધાર કાર્ડ ન હોવાથી ડેટા અપલોડ કરી શક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...