સ્ટુડન્ટ વિઝા-વર્ક પરમિટના નામે છેતરપિંડી:કેનેડા મોકલવાના નામે 30 સાથે દોઢ કરોડની ઠગાઈ, 2 ઝડપાયા

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમીટ તેમજ ટુરીસ્ટ વિઝાના આધારે 30 લોકોને કેનેડા મોકલવાના બહાને રૂ.1.58 કરોડ પડાવી લઈ છેતરપીંડી કરનારી નવરંગપુરાની ટ્રાવેડુક ઈન્ટરનેશનલ ઓ.પી.સી. કંપનીના 2 સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી. આ બંનેએ ચાલુ વર્ષે 7 મહિનામાં 30 લોકોને કેનેડા મોકલવાના બહાને પૈસા અને ડોક્યુમેન્ટસ મેળવી લઈ ઓફિસને તાળા મારીને રફુચકકર થઇ ગયા હતા.

સોલાની હેલી પટેલે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવા પરિચિતો મારફતે ટ્રાવેડુક કંપનીનો સંપર્ક કર્યો હતો. ત્યાં તેમની મુલાકાત અન્વયકુમાર ઉર્ફે અનંત સુથાર અને રવિકુમાર ઉર્ફે મોન્ટુ સુથાર સાથે થયો હતો. બંનેએ હેલીને આઈએલટીએસની પરીક્ષા પાસ કરવાનું કહી એડમિશનના નામે ટુકડે ટુકડે રૂ.17 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ આ બંનેએ હેલી અને તેના પિતાનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતુ. જેથી તેઓ ઓફિસે ગયા તો ઓફિસને તાળા વાગેલા હતા.

મેડિકલના નામે યુવતીને ખોટી રીતે હોસ્પિટલ મોકલતા હતા
હેલીની વિઝાની પ્રોસેસ ચાલુ કર્યા બાદ આ બંનેએ તેને એપોલો હોસ્પિટલમાં મેડિકલ કરાવવા જવા જણાવ્યું હતુ. જેના આધારે હેલી હોસ્પિટલ જતી હતી, પરંતુ દર વખતે તેની પ્રોસેસમાં કવેરી હોવાનું કહીને તેનું મેડિકલ કરવામાં આવ્યુ ન હતુ. જે બાબતે રવિકુમાર અને અન્વયકુમારને કહેતા તે બંનેએ કહ્યું હતુ કે 2 મહિનામાં તમારો મેડિકલ રિપોર્ટ આવી જશે. પરંતુ આજ દિન સુધી રિપોર્ટ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...