રથયાત્રાની તૈયારી પૂરજોશમાં:રૂટ પરની એકે એક ગલી, ગુનેગારની માહિતી મેપ સાથે તૈયાર

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાને કારણે બે વર્ષ બાદ રૂટ પર ભક્તોની હાજરી સાથે રથયાત્રા નીકળશે
  • શહેર પોલીસ કમિશનરથી પીઆઈ સુધીના તમામ અધિકારીએ શનિવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાના સમગ્ર રૂટ પર મેપ સાથે જ કોમ્બિંગ કર્યું

કોરોનાના કારણે 2 વર્ષ પછી રથયાત્રા પરંપરા અનુસાર તેના નિર્ધારીત રૂટ પર ભક્તોની હાજરીમાં શહેરની પરિક્રમાએ નીકળશે. જો કે ચાલુ વર્ષે રથયાત્રા કોઈપણ પ્રકારની હિંસક ઘટના કે જૂથ અથડામણ વગર શાંતિપૂર્ણ પસાર થાય તે માટે પોલીસે નવા બનાવેલા એકશન પ્લાનના ભાગરૂપે શહેરના તમામ પીઆઈથી માંડીને પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ શનિવારે રાતે રથયાત્રાના રૂટ પર મેગા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જો કે આ મેગા કોમ્બિંગની ખાસિયત એ હતી કે, દરેક પીઆઈ રથયાત્રાના રૂટ પર આવતા તેમના વિસ્તારની ગલી-મહોલ્લાની તાસીર, જે-તે વિસ્તારના ગુનેગારો-હિસ્ટ્રીશીટરો વિશે પોલીસ ટીમ અને ઉપરી અધિકારીઓને માહિતી આપશે.

ચાલુ વર્ષે 1 જૂલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા તેના નિર્ધારીત રૂટ પર ભક્તોની હાજરીમાં શહેરની પરિક્રમાએ નીકળશે. જો કે 2 વર્ષ પછી ભકતોની હાજરીમાં રથયાત્રા નીકળવાની હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે, જ્યારે થોડા સમય પહેલાં જ રામનવમીએ નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને ખંભાતમાં શોભાયાત્રા પર હુમલો તેમજ જૂથ અથડામણ થઇ હતી.

ત્યારબાદ આ પહેલી રથયાત્રા હોવાથી રથયાત્રા પર કોઇ હિંમક હુમલો કે જૂથ અથડામણ ન થાય તે માટે પોલીસે કમર કસવાનું શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ શનિવારે રાતે 11 વાગ્યે પોલીસ ટીમ સાથે રથયાત્રાના આખા રૂટ પર મેગા કોમ્બિંગ કરાયુ હતું. આ મેગા કોમ્બિંગમાં શહેરના તમામ પીઆઈ, એસીપી, ડીસીપી, અધિક પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચની ટીમ હાજર રહ્યા હતા. લોકલ ટીમ તો આપણી એમને એમ છે... શોધું જ જેમાં રથયાત્રાના રૂટ પર આવતા વિસ્તારના પીઆઈ મેપ સાથે તેમના વિસ્તારના ગલી-મહોલ્લામાં રહેતા લોકો તેમજ વિસ્તારમાં બનતા ગુના અને ગુનેગારો વિશે તમામ પોલીસ અધિકારીને માહિતગાર કરશે.

દરેક ધાબા પોઈન્ટ ચેક કરવામાં આવશે
રથયાત્રાના રૂટ પર આવતા વિસ્તારોમાં કઈ-કઈ જગ્યાએ ધાબા પોઈન્ટ રાખવામાં આવ્યા છે. તે ધાબા પોઈન્ટ કેટલા વર્ષોથી રાખવામાં આવ્યા છે અને તે ચોક્કસ જગ્યાએ રાખવા પાછળનું કારણ શું તે વિશે પીઆઈ તમામ પોલીસ અધિકારીઓને માહિતગાર કરશે.

પીઆઈ વિસ્તારમાં બનતા ગુનાઓની માહિતી આપશે
ભૂતકાળમાં રથયાત્રા દરમિયાન કયા વિસ્તારમાં તોફાનો થયા હતા. રથયાત્રા સિવાયના દિવસોમાં કયા વિસ્તારમાં કેવા પ્રકારના ગુના બને છે તેમજ કયા ગુનેગારો તેમના વિસ્તારમાં રહે છે તેની માહિતી પીઆઈ ઉપરી અધિકારીઓને આપશે.

બ્લાસ્ટના આરોપીઓની હાલની ગતિવિધિ નોંધાશે
​​​​​​​અમદાવાદમાં ભૂતકાળમાં થયેલા બોંબ ધડાકામાં સામેલ આરોપીના ફોટા-સરનામા સાથેની માહિતી પોલીસ રજૂ કરશે. હાલમાં તે આરોપી ક્યાં છે અને તેની ગતિવિધિ શું છે તે સહિતની માહિતી તમામ પોલીસ અધિકારીને રજૂ કરવામાં આવશે.

રૂટ પરના તમામ વિસ્તારોની માહિતી અધિકારીને અપાશે
​​​​​​​
રથયાત્રાના રૂટ પર આવતા વિસ્તાર, ગલી અને મહોલ્લામાં રહેતા લોકો વિશે પીઆઈ દરેક અધિકારીને માહિતગાર કરશે. જેમાં દરેક ગલી-મહોલ્લામાં કયા સમાજના લોકો, કેટલાં વર્ષથી રહે છે, તેમની ખાસિયત શું છે અને તેમની માનસિકતા વિશે દરેક અધિકારીને પીઆઇ માહિતગાર કરશે.

અન્ય સમાચારો પણ છે...