ATSની કાર્યવાહી:13 કિલો વિસ્ફોટક કેસનો એક આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, દોઢ મહિના પહેલાં રાજસ્થાનથી ત્રણને ઝડપી લેવાયા હતા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાસતા ફરતા આરોપી અંગે ATSને બાતમી મળી હતી

એટીએસની ટીમે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના નિમ્બોહેરામાંથી પકડેલા 13 કિલોગ્રામ એકસપ્લોઝિવના કેસમાં નાસતા ફરતા આરોપી આકિફની મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે.

એટીએસના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 30 માર્ચે ચિત્તોડગઢ પાસે નાકાબંધી દરમિયાન એક કારમાંથી સૈફુલ્લાહ, અલ્તમસ અને જુબેર (ત્રણે રહે રતલામ, મધ્યપ્રદેશ) પાસેથી 13 કિલોગ્રામ વિસ્ફોટકો, બેટરી, ઘડિયાળ અને વાયર જેવી વસ્તુઓ મળી આવતા તેમની ધરપકડ કરવામા આવી હતી.

આ કાવતરામાં બીજા આરોપીઓ આમિન ફાવડા, આમીન પટેલ અને ઈમરાન ખાનની સંડોવણી ખુલવા પામી હતી જેથી આ તમામની પણ રતલામથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં એક આરોપી આકિફ નાસતો ફરતો હતો જેની બાતમી એટીએસને મળતા એક ટીમે મહારાષ્ટ્રમાંથી આકિફને ઝડપી લીધો હતો.

ઝડપાયેલા આરોપીઓએ જેહાદી ષડયંત્ર રચ્યું હતું
આરોપીઓ પૈકી ઈમરાનખાન 2015માં આર્મ્સ એકટ તેમજ જેહાદી ષડયંત્રના ગુનામાં રતલામમાંથી પકડાયો હતો. જુબેર 2014માં બજરંગદળના નેતા કપીલ રાઠોડની હત્યા કેસમાં તથા 2017માં બજરંગદળના બીજા નેતા તરૂણ સાંખલાની હત્યા કેસમાં પણ પકડાયો હતો. અલ્તમસની 2017માં ધરપકડ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...