‘દિવ્ય ભાસ્કર’ના 20મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે બીએપીએસના વડા મહંત સ્વામીએ પ્રાત:સભામાં ‘દિવ્ય ભાસ્કર’ના વિશેષ અંકનું કંકુ તિલક અને પુષ્પવર્ષાથી વિમોચન કર્યું હતું. ઈશ્વરચરણ સ્વામીના હસ્તે પણ ‘દિવ્ય ભાસ્કર’ની આવૃત્તિનું કંકુ તિલક અને ફૂલથી સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે અક્ષરવત્સલ સ્વામીએ કહ્યું, આજે આપણે એક વિશેષ પ્રસંગના સાક્ષી બન્યા છીએ. પત્રકારત્વ એક પડકારજનક શબ્દ છે અને સમાજની જરૂરિયાત મુજબ ‘દિવ્ય ભાસ્કર’એ તેની જવાબદારી નિભાવી છે. આજથી લગભગ બે દાયકા પહેલાં ‘દિવ્ય ભાસ્કર’નું પ્રસ્થાન આ મંચ પરથી પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે થયું હતું. ‘દિવ્ય ભાસ્કર’ જૂથના માલિક રમેશ અગ્રવાલે ‘દિવ્ય ભાસ્કર’નું આગમન આ મંચ પરથી કરાવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામી, વિવેકજીવન સ્વામી સહિતના સંતો હાજર રહ્યા હતા.
‘દિવ્ય ભાસ્કર’એ પત્રકારત્વની આગવી ભાત પાડી છે : અક્ષરવત્સલ સ્વામી
અક્ષરવત્સલ સ્વામીએ કહ્યું, ‘દિવ્ય ભાસ્કર’એ પત્રકારત્વની એક આગવી ભાત પાડીને 20મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે ‘ભાસ્કર’ જૂથના મેનેજિંગ ડિરેક્ટર સુધીર અગ્રવાલ અને સમસ્ત ‘દિવ્ય ભાસ્કર’ પરિવાર વતી લાગણી વ્યક્ત કરી હતી. ‘દિવ્ય ભાસ્કર’ના વિશેષ અંકમાં મહંત સ્વામી મહારાજની કલમે લખાયેલો પરિવારને સમર્પિત એક લેખનો ઉલ્લેખ કર્યો હતો. અક્ષરચરણ સ્વામી સાથે એસએમડી સ્ટેટ હેડ અનિલ સિંઘ, અમદાવાદના એક્ઝિક્યુટિવ એડિટર મૃગાંક પટેલ અને અમદાવાદના યુનિટ હેડ આશિષ યાદવ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.