AMCની 96 ટીમનું 48 વોર્ડમાં ચેકિંગ:સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે ઓઢવના 7 એકમ સીલ, 70 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરાયો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ પછી મ્યુનિ.એ 96 ટીમ બનાવી શહેરના તમામ વોર્ડ 48 વોર્ડમાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું. પૂર્વ ઝોનમાં ઓઢવમાંથી મોટાપાયે પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતાં 7 એકમ સીલ કરી 70નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.

મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે 96 ઈન્સ્પેક્ટરની ટીમ બનાવી શાકમાર્કેટમાં ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત પ્લાસ્ટિકના બેગ જપ્ત કરવામાં આવી હતી. ઓઢવમાં ક્રિશ્ના એસ્ટેટ ખાતે મોટા પ્રમાણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર કરતા 7 એકમ સામે પગલાં લઈ સીલ કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલાં પણ મ્યુનિ.એ વિવિધ ઝોનમાં તપાસ કરી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મોટા પ્રમાણમાં જપ્ત કર્યો હતો.

આ એકમ સામે કાર્યવાહી

  • ખોડિયાર મેટલ
  • ​​​​​​​ચેહર મેટલ
  • પટેલ મેટલ
  • શારદા મેટલ
  • શ્રી મુકુંદ મેટલ
  • ​​​​​​​વૈભ‌વ એન્ટરપ્રાઇઝ
  • ​​​​​​​રાજેશ્વરી પ્લાસ્ટિક
અન્ય સમાચારો પણ છે...