નવો નુસખો:જૂની વીએસ હોસ્પિટલને ફરી ધમધમતી કરવા માટે રિવરફ્રન્ટ પર રૂ. 27 કરોડની કિંમતની 20 હજાર ચોરસ ફૂટ જગ્યા ફાળવાશે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હોસ્પિટલને ફરી ધમધમતી કરવા નવો ઓક્સિજન પ્લાન્ટ પણ નખાશે
  • જૂના સ્ટાફને ડેપ્યુટેશન પરથી પાછા બોલાવવા ઉપરાંત વધારાના 50 બેડ અને 40 વેન્ટિલેટરની ફાળવણીનો નિર્ણય

ઓપીડી અને સામાન્ય તપાસ પર સીમિત થઇ ગયેલી વી.એસ. હોસ્પિટલ ફરીથી ધમધમતી કરવાના પ્રયાસો શરૂ થઇ ગયા છે. વી.એસ. હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા રિવરફ્રન્ટ પર 20 હજાર ચોરસ ફૂટ જગ્યા ફાળવવાનો નિર્ણય કરાયો છે. અંદાજે 27 કરોડથી વધારેની કિંમતની આ જગ્યા ફાળવ્યા બાદ વી.એસ. હોસ્પિટલ ફરી ધમધમતી કરવાની દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે. આ જગ્યા પર નવું બાંધકામ થશે તેમજ વી.એસ.નું વિસ્તરણ થશે.

આ બાબતે પૂછતાં મેયર કિરીટ પરમારે જણાવ્યું કે, રાજ્ય સરકાર સાથે પરામર્શ બાદ વી.એસ. માટે રિવરફ્રન્ટ પર 20 હજાર ચોરસ ફૂટ જગ્યા ફાળવવાનો નિર્ણય લેવાયો છે. જેથી નાગરિકોને વધુ સારી સારવાર મળી રહે. વી.એસ.માં મ્યુનિ. દ્વારા 500 કિલોનો ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવાનું ખાતમૂર્હત કરાયું છે. તે સાથે વધારે 50 બેડની તૈયારી કરાઈ છે. હાલ વી.એસ.માં 40 વેન્ટિલેટર છે તેમાં બીજા વધારે 40 વેન્ટિલેટર ફાળવાયા છે. ઉલ્લેખનીય છેકે, વી.એસ. હોસ્પિટલના જૂના સ્ટાફને પણ ડેપ્યુટેશન પરથી પરત બોલાવીને ફરીથી વી.એસ. હોસ્પિટલમાં લાવવાની ક્વાયત હાથ ધરાઇ છે.

ક્ષમતા 1200 બેડ સુધી લઈ જવાની યોજના

  • ડેપ્યુટેશન પર મોકલાયેલા સ્ટાફને ફરીથી વી.એસ. હોસ્પિટલમાં લાવવા માટે પ્રયાસો શરૂ કરાયા છે.
  • વી.એસ.ને 20 હજાર ચોરસ ફૂટ જગ્યા ફાળવાશે.
  • 500 કિલોનો ઓક્સિજન પ્લાન્ટનું ખાતમુર્હૂત થયું, આગામી સપ્તાહે કાર્યરત થશે
  • 40 વેન્ટિલેટર વધારે આપતાં 80 બેડ તૈયાર થશે.
  • પી.જી.માં અભ્યાસ કરતાં તબીબો સહિત અન્ય સિનિયર તબીબોને પણ કોન્ટ્રાક્ટ પર લેવામાં આવી રહ્યા છે. જેથી ઓપરેશન સહિતની કામગીરી થશે.
  • હાલ 50 બેડ વધારા છે, પણ સમય આવે 1200 બેડ સુધી લઇ જવાની શક્યતા છે.

મલ્ટિલેવલ પાર્કિંગ પાસે જગ્યા ફાળવાશે
એસવીપી હોસ્પિટલની હોસ્ટેલની બાજુમાં જ મલ્ટિલેવલ પાર્કિંગ બની રહ્યું છે. તે પાર્કિંગની બાજુમાં ખુલ્લો પાર્કિંગ પ્લોટ છે. જ્યાં અગાઉ રિવરફ્રન્ટ પરના કાર્યક્રમ દરમ્યાન પાર્કિંગ થતું હતું. તે સ્થળે વી.એસ. હોસ્પિટલને 20 હજાર ચોરસ ફૂટ જેટલી જગ્યા ફાળવાશે.

અન્ય સમાચારો પણ છે...