તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 3 હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં 3575 નવા કેસ નોંધાયા છે અને 2217 દર્દીએ કોરોનાને માત આપી છે. સુરત શહેરમાં 8, અમદાવાદમાં 6 સહિત કુલ 22 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 80.6 લાખ લોકોએ રસી અપાઈ ચૂકી છે. બુધવારે માત્ર 1.75 લાખ લોકોને જ રસી અપાઈ હતી. અા ગત દિવસની તુલનામાં 45% અોછી છે. અમદાવાદમાં 19% જ્યારે સુરતમાં રોજની સરખામણીમાં 85% અોછી રસી અપાઈ. દેશના અન્ય રાજ્યમાં પણ રસીની અછતના અહેવાલ છે.
કોરોનાના એક્ટિવ કેસ 18 હજારને પાર
ગુજરાતના વેક્સિન આપવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા રાજ્યના એક સિનિયર અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, વેક્સિનનો સ્ટોક મેઇન્ટેન કરી રહ્યાં છીએ અને થોડું સ્ટોકનું કરી રહ્યાં છીએ, વેક્સિનેશનનો ઓર્ડર પણ આપ્યો છે. બીજી બાજુ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 18 હજારને પાર થઈ ગયો છે.આ પહેલા 25 જુલાઈએ 22 દર્દીના મોત થયા હતા. આમ લગભગ 9 મહિને ફરી 22 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4620એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 92.90 ટકા થયો છે.
રસીની એકેય ગંભીર આડઅસર નથી
બુધવારે રાજ્યમાં 1 લાખ 75 હજાર 660ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 71 લાખ 86 હજાર 613 લોકોને પ્રથમ ડોઝ અને 8 લાખ 74 હજાર 677 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 80 લાખ 61 હજાર 290નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. બુધવારે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 1 લાખ 48 હજાર 111 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 20 હજાર 656ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
18684 એક્ટિવ કેસ અને 175 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 46 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 28 હજાર 453ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,620 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 5 હજાર 149 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 18684 એક્ટિવ કેસ છે, જેમાંથી 175 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 18,509 દર્દીની હાલત સ્થિર છે.
સુરતમાં એક જ દિવસમાં રસીકરણમાં 85%નો ઘટાડો, અમદાવાદમાં 19%નો ઘટાડો નોંધાયો
શહેર | મંગળવારે | બુધવારે | ફેરફાર |
રાજ્ય | 3.13 લાખ | 1.75 લાખ | 45% ઓછું |
અમદાવાદ | 22712 | 18510 | 19% ઓછું |
સુરત | 22376 | 3449 | 85% ઓછું |
રાજકોટ | 8736 | 8282 | 6% ઓછું |
વડોદરા | 14747 | 15129 | 2% વધારે |
લોકડાઉનનો ડર અને લગ્નસરાને લઇ વાપીના શ્રમિકોની વતન વાપસી
વલસાડ જિલ્લા સહિત ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. લોકડાઉનના ડર અને લગ્નસિઝન હોવાથી વાપીની કંપનીમાં કામ કરતાં શ્રમિકો વતન તરફ પલાયન શરૂ કર્યુ છે. વાપી હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સમાં ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ સહિતના સ્થળોએ જવા શ્રમિકોએ ભીડ લગાવી હતી. શ્રમિકોની સંખ્યાને જોઇ પોલીસે સ્થળ પર આવી હતી. બપોરે સખત તાપ વચ્ચે પણ શ્રમિકો પોતાનો સામાન લઇ વતન જવા દોડાદોડી કરતાં નજરે પડયા હતાં. એક સમયે ગત સમયની લોકડાઉનની જાહેરાત સમયના દ્રશ્યો બુધવારે વાપીના હાઇવે પર જોવા મળ્યા મળ્યા હતાં. જો કે શ્રમિકોના મતે લોકડાઉનની થવાની સંભાવના છે, આ સાથે મારા વતનમાં લગ્ન સિઝન ચાલી રહી છે. જેથી અમે વતન તરફ જઇ રહ્યાં છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.