અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુધવારના રોજ ધુળેટીના તહેવાર નિમિત્તે સવારે રાબેતા મુજબ બે કલાકના પાણી પુરવઠા ઉપરાંત સાંજે 5.30થી 6 વાગ્યા સુધી અડધો કલાક સુધી વધુ પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજે શહેરના તમામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનો પરથી પાણીનો સ્પેશિયલ સપ્લાય પૂરો પાડવામાં આવશે. વોટર ડીસ્ટ્રીબ્યુશ સ્ટેશનો ખાતેથી ઉપલબ્ધ પાણીના જથ્થાને આધારે અડધા કલાક માટે વધારાનો પાણી સપ્લાય પૂરો પાડવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ શિફ્ટ વાઈઝ ભાડેથી આપવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ ગવર્નન્સ ખાતા ના જણાવ્યા મુજબ 60થી વધુ પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલનું બર્થ ડે પાર્ટી, પ્રદર્શન, કીટી પાટી, પેન્શનરોની મીટિંગ, તથા અન્ય સામાજિક મીટિંગ અને સામાજિક પ્રસંગો હેતુસર મર્યાદિત સમય માટે શિફ્ટ વાઈઝ બુકિંગ થઈ શકે તેવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જેના પરિણામે નાગરિકોને સવારથી બપોર સુધી કે સાંજ પછી મ્યુનિ. પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ બુક કરાવી શકશે. બર્થ ડે પાર્ટી જેવા નાના પ્રસંગો માટે આખો દિવસ પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલનું બુકિંગ કરાવવાની જરૂર પડશે નહીં અને મર્યાદિત સમય માટે ઓછું ભાડું ખર્ચીને નાગરિકો પોતાના પ્રસંગો ઉજવી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.