તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુકનની ખરીદી:ધનતેરસ નિમિત્તે અમદાવાદીઓએ સવારથી સોના-ચાંદીની ખરીદી શરૂ કરી, સોના-ચાંદી મોંઘા હોવાથી ખરીદીમાં ઘટાડો થયો

અમદાવાદ5 મહિનો પહેલા
સવારે 9થી 12 વાગ્યા સુધી ખરીદી માટે શ્રેષ્ઠ મુહૂર્ત હોવાથી લોકો સવારથી જ ખરીદી માટે આવ્યા - Divya Bhaskar
સવારે 9થી 12 વાગ્યા સુધી ખરીદી માટે શ્રેષ્ઠ મુહૂર્ત હોવાથી લોકો સવારથી જ ખરીદી માટે આવ્યા

ધનતેરસના તહેવારમાં સોના-ચાંદી અને અન્ય વસ્તુઓની ખરીદીનું અનેરું મહત્વ હોય ચેમ ત્યારે આજે અમદાવાદમાં સવારથી જ સોના- ચાંદીની ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદના જ્વેલર્સ બજાર અને દુકાનોમાં સવારથી જ લોકો સોના-ચાંદીની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. સવારે 9થી 12 વાગ્યા સુધી ખરીદી માટે શ્રેષ્ઠ મુહૂર્ત હોવાથી લોકો સવારથી જ ખરીદી માટે આવ્યા હતા.

સવારથી સોના-ચાંદીની ખરીદી જોવા મળી
સવારથી સોના-ચાંદીની ખરીદી જોવા મળી

સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો
ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાનું મહત્વ છે. જે આજે પણ કાયમ જોવા મળી રહ્યું છે.દરમ્યાન ધનતેરસના દિવસે સોનાની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. જેના પગલે અમદાવાદના જ્વેલર્સ બજારમાં વહેલી સવારથી સોના-ચાંદીની ખરીદી જોવા મળી રહી છે.જો કે દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ધનતેરસને લઈ સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો હોવાનું જ્વેલર્સના વેપારી જણાવી રહ્યા છે. પુષ્યનક્ષત્રના દિવસે ખરીદી બાદ આજે ધનતેરસના દિવસે પણ સવારથી ગ્રાહકો આવે છે.

બપોરના 12 વાગ્યા સુધી ખરીદીનો માહોલ
ચાંદખેડાના જૈન જવેલર્સના માલિક દીક્ષિત સોનીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી થતી હોય છે જેને લઈ સવારથી ગ્રાહકો આવી રહ્યા છે. વહેલી સવારથી જ દુકાન ખોલી દેવામાં આવી હતી. બપોરના 12 વાગ્યા સુધી ખરીદીનો માહોલ જોવા મળે છે. આજે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 51500 છે જ્યારે ચાંદીનો પ્રતિ 10 ગ્રામ 600 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે.

સવારે 9થી 12 વાગ્યા સુધી ખરીદી માટે શ્રેષ્ઠ મુહૂર્ત
સવારે 9થી 12 વાગ્યા સુધી ખરીદી માટે શ્રેષ્ઠ મુહૂર્ત

સોના-ચાંદીના ભાવ વધુ છે પણ થોડું સોનુ કે ચાંદી લેવું પડેઃ ગ્રાહક
ગ્રાહક અનિતાબેને જણાવ્યું હતું કે આજે ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદીનું અનેરું મહત્વ હોય છે જેથી આજે અમે ખરીદી કરવા આવ્યા છીએ. સોના- ચાંદીના ભાવ વધુ છે પરંતુ થોડું સોનુ કે ચાંદી લેવું પડે માટે આજે લોકો ખરીદી કરવા જવેલર્સના ત્યાં જતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો