રેલવેની ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન:છઠ પૂજાના અવસરે પશ્ચિમ રેલવે અમદાવાદથી બરૌની વચ્ચે દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની ચાર ટ્રીપ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ રેલવે સ્ટેશનની ફાઈલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ રેલવે સ્ટેશનની ફાઈલ તસવીર
  • ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ સીટીંગના આરક્ષિત કોચ હશે

પશ્ચિમ રેલવે દ્વારા આગામી છઠ પૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી બરૌની વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની કુલ 4 ટ્રીપ વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ-બરૌની-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન
ટ્રેન નંબર 09425 અમદાવાદ- બરૌની સ્પેશિયલ અમદાવાદથી 7 અને 14 નવેમ્બર રવિવારના રોજ સવારે 15:25 ઉપડી ત્રીજા દિવસે મંગળવારે 5:00 વાગ્યે બરૌની પહોંચશે. તેવી જ રીતે બરૌનીથી અમદાવાદ સ્પેશિયલ રિટર્નની ટ્રેન નંબર 09426 તારીખ 9 અને 16 નવેમ્બર 2021 મંગળવારના દિવસે સાંજે 17:45 ઉપડી પછી ત્રીજા દિવસે ગુરુવારે સવારે 10:00 કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં છાયાપુરી, ગોધરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, એશબાગ, બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરિયા સદર, સિવાન જંક્શન, છપરા, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ સીટીંગના આરક્ષિત કોચ હશે. ટ્રેન નંબર 09425 ની બુકિંગ 04 નવેમ્બર , 2021 માટે નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોકત ટ્રેન વિશેષ ભાડાં પર સંપૂર્ણ રીતે આરક્ષિત સ્પેશિઅલ ટ્રેન ના રૂપ માં ચાલશે.

અન્ય સમાચારો પણ છે...