ગાંધી જયંતિ:152મી ગાંધી જયંતિના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ યશ ખાદી સેન્ટર ખાતે ખાદી ખરીદી કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીએ ગ્રામોદયના દ્યોતક સમી ખાદીની ખરીદી કરી ગાંધીજી પ્રત્યે આદરાંજલિ વ્યક્ત કરી

રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 152મી જન્મ્ જયંતિના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત યશ ખાદી ભંડાર ખાતેથી ખાદી ખરીદી માટે મોડી સાંજે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ સ્વયં ખાદીની ખરીદી કરીને સ્વદેશીની ભાવનાને બળ પૂરું પાડી નાગરિકોને સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળા એ ઉપસ્થિત નાગરિકોનું ભાવ સભર અભિવાદન તેમણે ઝીલ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ મેયર કિરીટ પરમાર, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, પક્ષના નેતા ભાસ્કર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...