તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે સોમવતી અમાસ:શ્રાવણનો અંતિમ દિવસ, મહાદેવને રુદ્રાભિષેક કરવો ઉત્તમ ગણાય

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રાહ્મણોને સફેદ વસ્તુનું દાન કરવું ઉત્તમ મનાય છે

શ્રાવણ માસનો સોમવારે અંતિમ દિવસ છે ત્યારે શહેરના મુખ્ય મંદિર જેવા કે કાશી વિશ્વનાથ, ચંદ્રેશ્વર મહાદેવ, કર્ણમુક્તેશ્વર, કામેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ, ચકુડિયા મહાદેવ અને લમ્બેશ્વર મહાદેવ(ભાડજ)માં મોટી સંખ્યામાં બીલીપત્ર અર્પણ કરવામાં આવશે. સમગ્ર મહિનાની જેમ ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ કરવા નહીં મળે.

દર વર્ષે શ્રાવણ માસના પહેલાં અને અંતિમ દિવસે ભક્તોની ભારે ભીડ હોય છે. 6 સપ્ટેમ્બરે શ્રાવણ વદ અમાસને સોમવાર હોવાથી સોમવતી અમાવસ્યાનું મહત્વ અનેકગણું વધી જાય છે. જયોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર, આજના તમામ ક્રૂર ગ્રહોની શાંતિ પ્રાપ્ત કરવા માટે અને જીવનમાં સર્વ પ્રકારની સફળતા મેળવવા માટે મહાદેવજીને રુદ્રાભિષેક કરવો ઉતમ ગણાય છે.

આજના દિવસે બ્રાહ્મણને સફેદ વસ્તુઓનું દાન આપવું ઉતમ મનાય છે. પીપળા પાસે શક્ય હોય તો બે દીવા કરવા, જેમાં કાચા તેલ અને શુદ્ધ ઘીનો દીવો કાચા કોડિયામાં રાખીને કરવો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું. આ પ્રયોગ અમાવસ્યાના સંધ્યા પછી કરવાથી લાભ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...