તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • On The Last Day Of Filling Up The Forms In The Election, Different Estimates Of The Candidates, Some Bullock Carts And Some Luxury Cars Came With A Convoy.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્યાંક ઉત્સાહ, ક્યાંક આંસુ:મનપાની ​​​​​​​ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોના અલગ-અલગ અંદાજ, કોઈ બળદગાડામાં તો કોઈ વૈભવી કારના તામઝામ સાથે આવ્યા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદમાં કોર્પોરેટરની ટિકિટની ઊલટફેરમાં 500 કાર્યકરોએ રાજીનામાં આપ્યાં છે
 • વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા હોવા છતાં ટિકિટ ન મળતાં કેટલાક કાર્યકર્તાઓ કચેરી બહાર રડવા લાગ્યા હતા
 • અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા પાસના આગેવાન ધાર્મિક માલવિયાએ રાજકારણમાં ઝંપલાવ્યું છે

આજે ચૂંટણી માટેનાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, જેને કારણે રાજ્યભરમાં વહેલી સવારથી અલગ-અલગ રાજકીય પક્ષોના ઉમેદવારો ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ લાઈન લગાવીને ઊભા હતા. ફોર્મ ભરવા માટે આવેલા ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ છલકાયો છે. જ્યારે કેટલાક ઉમેદવારો અલગ-અલગ સ્ટાઈલમાં ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરીએ આવ્યા હતા, જેમાં કોઈ બળદગાડામાં તો કોઈ વૈભવી કારોના કાફલા સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે, તો કેટલાક ઉમેદવારો ટિકિટ ન મળવા મુદ્દે કચેરી બહાર વિરોધ કરતા નજરે ચઢ્યા છે. વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા હોવા છતાં ટિકિટ ન મળતાં કેટલાક કાર્યકર્તાઓ કચેરી બહાર રડવા લાગ્યા હતા, તો કેટલાકે પાર્ટીનો વિરોધ કરી રાજીનામાં આપ્યાં હતાં.

ધાર્મિક માલવિયા કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા માટે બળદગાડામાં આવ્યા.
ધાર્મિક માલવિયા કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા માટે બળદગાડામાં આવ્યા.

સુરત: કોંગ્રેસના ઉમેદવાર બળદગાડામાં ફોર્મ ભરવા પહોંચ્યા
અનામત માટે શરૂ થયેલા આંદોલનથી ચર્ચામાં આવેલા પાસના આગેવાન ધાર્મિક માલવિયાએ હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. યુવા નેતા તરીકે ધાર્મિક માલવિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજકીય શરૂઆત કરી દીધી છે. તેઓ આજે સવારે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા માટે બળદગાડામાં આવ્યા હતા. વોર્ડ નંબર 3માં વરાછા, યોગી ચોક, સીમાડા વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં અનામત આંદોલન વખતે ભારતીય જનતા પાર્ટી માટે વ્યાપક પ્રમાણમાં વિરોધ જોવા મળ્યો હતો. પાટીદાર આંદોલનના સુરતના મુખ્ય બે ચહેરા- ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા હતા. અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ સાથે સમગ્ર રાજ્યભરમાં તેમણે મોટું આંદોલન શરૂ કર્યું હતું. એ સમયે જ હાર્દિક પટેલ, ધાર્મિક અને અલ્પેશ રાજકારણમાં આવશે એ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું હતું.

મોંઘીદાટ કારમાં રેલીને કારણે એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી.
મોંઘીદાટ કારમાં રેલીને કારણે એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી.

રાજકોટ: મોંઘીદાટ કારમાં સવાર થઈને કાર્યકરો ફોર્મ ભરવા નીકળ્યા
કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારો આજે વિજયમુહૂર્તમાં ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ નીતિ-નિયમો નેવે મૂકી મોંઘીદાટ કારમાં રેલી યોજી ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. કોંગ્રેસની રેલીના પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ટ્રાફિકજામને પગલે એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. અંતે, એમ્બ્યુલન્સને વનવેમાંથી પસાર કરવી પડી હતી, સાથે જ કોંગ્રેસની આ રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા અને કેટલાક કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા છે.

NSUI દ્વારા વિરોધ: 500થી વધુ કાર્યકરોએ રાજીનામાં પણ આપી દીધાં હતાં.
NSUI દ્વારા વિરોધ: 500થી વધુ કાર્યકરોએ રાજીનામાં પણ આપી દીધાં હતાં.

અમદાવાદ: ટિકિટ ન મળતાં 500 કોંગ્રેસ કાર્યકરોનાં રાજીનામાં
કોંગ્રેસ દ્વારા ગઈકાલે ઉમેદવારો જાહેર કરવાની જગ્યાએ બારોબાર ફોન પર મેન્ડેટ આપી દેવામાં આવ્યા હોવાની રાવ ઊઠી છે, જેથી આજે કોંગ્રેસના અનેક કાર્યકરો વિરોધ કરવા માટે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. શહેરમાં જમાલપુરના સિટિંગ કોર્પોરેટરને ટિકિટ નહીં મળવા પાછળ સ્થાનિક ધારાસભ્ય જવાબદાર હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એ ઉપરાંત 500થી વધુ કાર્યકરોએ રાજીનામાં પણ આપી દીધાં હતાં. બીજી તરફ, યુવા કાર્યકરોએ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા વિરુદ્ધ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા. શહેરમાં ખાડિયાની પેનલ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસમાં ટિકિટ-વહેંચણી અંગે વિવાદ સામે આવી શકે છે.

શાહપુર વોર્ડના પૂર્વ મહિલા કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિ રડી પડ્યાં.
શાહપુર વોર્ડના પૂર્વ મહિલા કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિ રડી પડ્યાં.

અમદાવાદ: પાર્ટીએ ફરીવાર ટિકિટ આપી તો કોર્પોરેટર રડી પડ્યાં
મહાનગરપાલિકાની ચૂંટણીનાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. શાહપુર વોર્ડનાં પૂર્વ મહિલા કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિને પાર્ટીએ ફરીથી ટિકિટ આપતાં આજે બપોરે કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા આવ્યાં ત્યારે તેઓ રડી પડ્યાં હતાં. કોંગ્રેસના સિનિયર નેતા સુરેન્દ્ર બક્ષી સામે તેઓ ભાવુક થઈ રડી પડ્યાં હતાં. સુરેન્દ્ર બક્ષીએ તેમના માથે હાથ મૂકી તેમને કામ જોઈ ટિકિટ મળી છે, જે હવે આગળ કામ કરે એમ કહ્યું હતું. કોંગ્રેસમાં કોઈ ઉમેદવાર નક્કી ન હતા અને પાર્ટીએ ફરીથી તેમના પર ભરોસો મૂકી ટિકિટ આપતાં ભાવુક તેઓ બની ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો