તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • On The First Day, The C plane Received 32 Passengers In Two Rounds, Departing From The Riverfront At 12.30 Instead Of 11 In The Morning.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિલંબથી શરૂઆત:પ્રથમ દિવસે સી-પ્લેનને બે ફેરામાં 32 પેસેન્જર મળ્યા, રિવરફ્રન્ટથી સવારે 11ને બદલે 12.30 ફ્લાઈટ ઉપડી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હવે કોઈ પણ પેસેન્જર ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. - Divya Bhaskar
હવે કોઈ પણ પેસેન્જર ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે.
 • હવેથી દરરોજ સી-પ્લેન બે ફેરા મારશે

લગભગ એક મહિનાથી બંધ સી-પ્લેન સેવા બુધવારથી શરૂ થઈ છે. રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે સી-પ્લેને બીજા તબક્કામાં પહેલા દિવસે બે ફેરા કર્યા હોવાનું એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું હતું. લગભગ 60 ટકા એટલે કે 30થી 32 પેસેન્જરો સાથે ઓપરેટ થયેલ સી પ્લેન સવારે નક્કી સમય કરતાં રિવરફ્રન્ટથી દોઢ કલાક મોડું કેવડિયા જવા રવાના થયું હતું. જેથી બંને ફેરામાં દોઢ કલાકનો વિલંબ થયો હતો.

સી પ્લેનના સંચાલન વિશે સ્પાઈસ જેટના અધિકારીએ જણાવ્યું કે, હવેથી દરરોજ સી-પ્લેનના રેગ્યુલર બે ફેરા કરાશે. તેની સાથે જ હવે કોઈ પણ પેસેન્જર ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. સી-પ્લેનમાં જગ્યા ખાલી હશે તો એરોડ્રામ ખાતેથી પણ ટિકિટ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો