સ્કૂલ સંચાલકોનો નિર્ણય:પહેલા દિવસે સ્કૂલ સંચાલકો ધો.1થી 5ના ક્લાસ શરૂ નહીં કરે, કેટલીક સ્કૂલો માંડ 2 કલાક શૈક્ષણિક કાર્ય ચલાવશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સરકાર દ્વારા 22 નવેમ્બરથી ધો.6થી 12ની સાથે ધો.1થી 5ના વર્ગો પણ ઓફલાઇન શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ દિવાળી વેકેશન ખુલતાના પહેલા જ દિવસે મોટાભાગની સ્કૂલો વર્ગો શરૂ કરશે નહીં. ધો.1થી 5ના વર્ગો શરૂ થયા બાદ બાળકોને સ્કૂલે આવવાની ટેવ પાડવા અને સ્કૂલના વાતાવરણ સાથે સેટ થવા માટે સંચાલકો શરૂઆતમાં બે કલાકનો જ અભ્યાસ કરાવશે.

આનંદનિકેતન મણિનગરના સંચાલક અમિત શાહે જણાવ્યું હતું કે, અમારી પાસે બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડવાની જગ્યા છે. તેથી અમે શરૂઆતથી જ વાલીની સંમતિ સાથે તમામ બાળકોના વર્ગો શરૂ કરી શકીએ છીએ. પરંતુ શરૂઆતમાં નાના બાળકોની સ્કૂલે આવવા માટેની ટેવ વિકસાવવા માટે ત્રણ થી ચાર કલાકના સમયથી અભ્યાસ શરૂ કરીશું. ત્યારબાદ ધીરે ધીરે સ્કૂલના સમયમાં વધારો કરીશું.

વાલીઓ માટે બાળકોની સુરક્ષા મહત્ત્વની
વાલીઓના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર છે. પરંતુ વાલીઓને સૌથી મોટી ચિંતા બાળકોની સુરક્ષાની છે. કારણ કે મોટા બાળકો પોતાની રીતે કોરોના ગાઇડલાઇનનું પાલન કરી શકે છે. પરંતુ નાના બાળકોની સુરક્ષાને લઇને સ્કૂલ સંચાલકો તૈયારી કરશે કે નહીં,

અન્ય સમાચારો પણ છે...