• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • On The First Day, 36,871 Children From 100 Schools Were Vaccinated With 4 Articles Every 3 Seconds, 6 More Students From 3 Schools And One Teacher Tested Positive.

અમદાવાદમાં કિશોરોનું વેક્સિનેશન:પ્રથમ દિવસે દર 3 સેકન્ડે 4 લેખે 100 સ્કૂલનાં 36,871 બાળકોને રસી અપાઈ, વધુ 3 સ્કૂલના 6 વિદ્યાર્થી અને એક શિક્ષક પોઝિટિવ આવ્યા

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
15થી 18 વર્ષના બાળકોને રસી માટેના અભિયાનનો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલથી પ્રારંભ કરાવ્યો હતો. - Divya Bhaskar
15થી 18 વર્ષના બાળકોને રસી માટેના અભિયાનનો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલથી પ્રારંભ કરાવ્યો હતો.
  • હવે રોજ 100 સ્કૂલમાં રસી અભિયાન ચલાવાશે, પૂર્વ ઝોનમાં સૌથી વધુ 8,104ને જ્યારે દ. પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા 2510ને રસી
  • અગ્રસેનના 3, ઉદગમના 2, DPSના 1 વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો
  • 100 સ્કૂલનાં 70થી 80% બાળકોએે રસી લીધી, બાકી રહેલાએ રસી માટે અર્બન હેલ્થ સેન્ટર જવું પડશે

15 થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાના અભિયાનમાં શહેરની 100 સ્કૂલના 36,871 વિદ્યાર્થીને રસી મુકાઈ હતી. આ સ્કૂલોના 70થી 80 ટકા જેટલા બાળકોએ વેક્સિન મેળવી લીધી છે. ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં રસી અમદાવાદમાં આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પ્રતિ 3 સેકન્ડે 4 બાળકોને રસી આપવામાં આવી છે.

આ અભિયાન 9 જાન્યુઆરી સુધી ચાલશે. શહેરમાં લગભગ 2.50 બાળકોને રસી મૂકવાનો ટાર્ગેટ છે.
આ અભિયાન 9 જાન્યુઆરી સુધી ચાલશે. શહેરમાં લગભગ 2.50 બાળકોને રસી મૂકવાનો ટાર્ગેટ છે.

શહેરમાં સવારે 9 વાગે ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલથી મેયર કિરીટ પરમારે રસી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. શહેરમાં 80 અર્બન હેલ્થ સેન્ટર અને 80 પ્રાઇવેટ- મ્યુનિ. સ્કૂલોમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં આવેલી 700 સ્કૂલોમાંથી રોજની 100 સ્કૂલમાં રસી અભિયાનનું ટાર્ગેટ છે. સૌથી વધુ 8104 બાળકોને પૂર્વ ઝોનમાં જ્યારે સૌથી ઓછા 2510 બાળકોને દ.પશ્ચિમ ઝોનમાં રસી આપવામાં આવી છે.

રાજ્યમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સોમવારે શહેરની 3 સ્કૂલના 6 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા હતા. પાલડીની દામુભાઇ શુકલા સ્કૂલના એક શિક્ષકને પણ ચેપ લાગ્યો છે. વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા સ્કૂલ સંચાલકોએ ડીઇઓ કચેરીને જાણ કરી હતી. ડીઈઓએ સ્કૂલ 10 દિવસ બંધ કરવા અને સંપર્કમાં આવેલા તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનો કોવિડ ટેસ્ટ કરાવી લેવાની સૂચના આપી છે.

ઉદગમ સ્કૂલમાં 2, થલતેજની મહારાજા અગ્રસેનના માધ્યમિકના 3 તેમજ બોપલની ડીપીએસ સ્કૂલનો 1 વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યા હતા. સંખ્યાબંધ સ્કૂલોમાં કેસમાં વધારો થવા સાથે વાલીઓએ ઓફલાઈન વર્ગો બંધ કરી ઓનલાઈન અભ્યાસ ફરીથી ચાલુ કરવાની માગણી કરી છે. તાજેતરમાં કેટલીક અગ્રણી સ્કૂલે અઠવાડિયા માટે ઓફલાઈન બંધ કર્યા છે.

100થી 150ના સ્લોટમાં બાળકોને રસી માટે બોલાવાયાં
​​​​​​​મ્યુનિ. દ્વારા ઊભા કરવામાં આવેલા 80 અર્બન હેલ્થ અને 80 પ્રાઇવેટ- મ્યુનિ. શાળામાં બાળકોને 100 થી 150ના સ્લોટમાં બોલાવવામાં આવ્યાં હતાં. જેથી સરળતાથી કામગીરી થઇ શકે, પ્રતિ કલાક આ રીતે બાળકોને બોલાવીની રસીનું અભિયાન શરૂ કરરવામાં આવ્યું છે.

કયા ઝોનમાં કેટલાં બાળકોને વેક્સિન અપાઈ

મધ્ય3809
પૂર્વ8104
ઉ.પશ્ચિમ5206
ઉત્તર5382
દ.પશ્ચિમ2510
દક્ષિણ6365
પશ્ચિમ5495
કુલ36871

​​​​​​​15થી 18 વર્ષના એક પણ બાળકને રસીની કોઈ આડઅસર થઈ નથી

શહેરની વિવિધ શાળાઓમાં બાળકોને રસી આપવા માટેના કાર્યક્રમમાં 2500 જેટલા મેડિકલ અને પેરામેડીકલના સ્ટાફને કામમાં જોડાયા છે. જેમના દ્વારા આટલી મોટી સંખ્યામાં બાળકોને પહેલા દિવસે જ રસી અપાઈ હતી. દરેક સ્થળે મ્યુનિ.ના તબીબો દ્વારા બાળકોને રસી બાદ તેમનંુ મોનિટરિંગ કરાતું હતું. જેથી કોઇ પણ બાળકને આડઅસર થાય તો તેમને તત્કાલ સારવાર આપી શકાય. જોકે એકપણ બાળકને આડઅસર થઇ ન હતી.

શહેરમાં વધુ 62 હજારે રસી લીધી
શહેરમાં આજે કુલ 62120 જેટલા લોકોએ વેક્સિનનો લાભ મેળવ્યો છે. જેમાં 36871 જેટલા બાળકો અને 5934 જેટલા વયસ્ક નાગરીકો મળી કુલ 42805 નાગરીકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 19315 નાગરીકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...