તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતનાં સ્થાપના દિવસ:ગૌરવ દિવસે ‘નમું તને હું ગુર્જરી’ કોરોનાના દર્દીઓને સંભળાવાશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતનાં સ્થાપના દિવસને ઉજવવા માટે શહેરનાં યુવાનોએ કવિ જયંત પંડ્યાનંુ ગીત કમ્પોઝ કર્યું
  • હોસ્પિટલમાં ગીત વગાડીને દર્દીઓને ખુશ કરવાનો પ્રયાસ થશે

ગુજરાતનાં સ્થાપના દિવસને ઉજવવા માટે શહેરનાં યુવાને કોરોના સામે લડત આપી રહેલા દર્દીઓ અને કોરોના વોરિયર્સ માટે કવિ જયંત પંડ્યાની કવિતા નમુ તને હું ગુર્જરીને કમ્પોઝ કરીને સોન્ગ તૈયાર કર્યુ છે. આ સોન્ગને અક્ષત પરીખ, પ્રાર્થના મહેતા અને ઈશા નાયરે સ્વર આપ્યો છે. જ્યારે આ ગીતની સંકલ્પના અસિમ અને રાગિણી પંડ્યાએ કરી છે. આમ્ર મંજરી નામના કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવેલ કવિતા નમુ તને હું ગુર્જરી, ગુજરાતની વિવિધ વિશેષતાઓ પર લખાયેલુ છે. આ ગીતના શબ્દો ગુજરાતીઓ માટે ગર્વની અનુભૂતિ કરાવે તેવા હોવાને લીધે કોરોનાકાળમાં દર્દીઓ તેમજ હોસ્પિટલનાં સ્ટાફ મેમ્બર્સને આ ગીત સાંભળીને ઉર્જા મળે તે આશયથી ગીત તેમને સંભ‌ળાવાશે.

દર્દીઓ તાણમાંથી બહાર આવે તે આશય
આ ગીત દોઢ મહિનાનાં સમયગાળામાં તૈયાર કરવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તેઓ પણ આ ગીત સાંભળીને પોતાની માતૃભૂમિને યાદ કરે તે છે. સંગીત માનસિક તાણમાંથી બહાર લાવવા માટે એક ઉપયોગી સ્ત્રોત છે. જેથી ગુજરાતીઓ માટે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જ્યારે આ સોન્ગ હોસ્પિટલોમાં વાગશે ત્યારે દર્દીઓમાં નવી ઉર્જાનો પ્રસાર થશે. -અક્ષત પરીખ, ગાયક

અન્ય સમાચારો પણ છે...