તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્કમટેક્સ:હોળીના દિવસે ખુલાસા માગી ITએ કરદાતાને દોડતા કર્યા, FD, વ્યાજની આવક સહિતની વિગતો માગી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિટર્ન રિવાઈઝ કરવાના બે દિવસ પહેલાં મેસેજ

ઈન્કમટેક્સ વિભાગે હોળીની રજાના દિવસે કરદાતાઓને મેસેજ કરી 2019-20ના હાઈવેલ્યુ ટ્રાન્ઝેક્શન અંગે ખુલાસો માગ્યો હતો. વિભાગે જણાવ્યું હતું કે, રિટર્નમાં નહીં દર્શાવેલા ટ્રાન્ઝેક્શનની વિગત 31 માર્ચ સુધીમાં દર્શાવવી પડશે. જે કરદાતા આ સુધારો કરશે તેની સામે વિભાગ એક્શન લેશે નહીં.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના આ મેસેજથી હોળીની રજાના દિવસોમાં પણ કરદાતાઓ આવા ટ્રાન્ઝેકશનની વિગતો ઓનલાઇન ડાઉનલોડ કરી પોતાના ચોપડા જોડે મેળવણ કરી લાગુ પડતો ટેક્સ ભરેલો છે કે નહીં તેની ખરાઇ કરવા લાગી પડ્યા હતા. સરકારે રિટર્ન રિવાઇઝ કરવાના બે દિવસ બાકી હતા ત્યારે જ મેસેજ કરી કરદાતાને દોડતાં કરી દીધાં હતા. વધારામાં આ મેસેજમાં કરદાતાઓ દ્વારા એફડીની વિગતો, બેન્ક ઇન્ટરેસ્ટની વિગતો, પોસ્ટ ઓફિસની વિગતો અને પ્રોપર્ટી વ્યવહારોની ખરાઇ કરવા જણાવ્યું છે.

આમ છેલ્લાં દિવસોમાં ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતી આપી કરદાતાઓને દોડતા કરી દેવાયાં છે. આ જોગવાઇ પ્રમાણે જો કોઇ ઇન્કમ રિટર્નમાં દર્શાવવાની રહી ગઇ હોય અને હવે દર્શાવે તેવા કિસ્સામાં ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ એક્શન લેવાતાં ન હોઇ, કરદાતાઓની ભૂલને તક અપાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો