• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • On The Day Of Eid Two Friends Quarreled, Killing Each Other With 3 Stab Wounds; Revenge For Jokingly Hitting The Back With A Wooden Stick

‘દોસ્ત દોસ્ત ના રહા...’:ઇદના દિવસે બે મિત્રો ઝઘડ્યા, એકે બીજાને છરીના 3 ઘા મારી હત્યા કરી; મજાકમાં પીઠના ભાગે લાકડાનો ફટકો મારતાં બદલો લીધો

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દૂધેશ્વરની ઘટનામાં માધુપુરા પોલીસે યુવકની ધરપકડ કરી

ઈદના દિવસે રિક્ષામાં બેસીને મજાકમસ્તી કરી રહેલા બે મિત્રો પૈકી એકે બીજાને લાકડાનો ફટકો માર્યો હતો, જેની અદાવત રાખીને યુવકે મોડી રાતે ફટકો મારનાર મિત્રને ચપ્પાના 3 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. માધુપુરા પોલીસે ખૂનનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

દૂધેશ્વરમાં ગુરુદ્વારા પાસેની શાહી મસ્જિદ પાસે રહેતો મોહંમદ તાહીર ઉર્ફે મોહંમદ અયાન હુસેન સંઘી (ઉં.17) શર્ટના ગાજ-બટનના કારખાનામાં નોકરી કરતો હતો. મંગળવારે ઈદ હોવાથી મોહંમદ તાહીર સાંજે મિત્ર ફિરોઝ મહેમદ મિસ્ત્રી (ઉં.19) (મારવાડીની ચાલી, શાહી મસ્જિદ પાસે)ની સાથે રિક્ષામાં બેઠો હતો. બંને મિત્રો મજાક-મસ્તી કરતા હતા, જેમાં મોહંમદ તાહીરે ફિરોઝને પીઠના ભાગે લાકડાનો ફટકો માર્યો હતો. ત્યારબાદ બંને છૂટા પડ્યા હતા, પરંતુ ફિરોઝને તે વાતનું મનમાં લાગી આવતા રાતે 10 વાગે ફિરોઝ મોહંમદને બોલાવવા તેના ઘરે ગયો હતો, પણ મોહંમદ ઘરે ન હતો. જોકે ત્યાંથી નીકળ્યો ત્યારે રસ્તામાં જ મહાકાળી મંદિર પાસે સામે મોહમદ મળતાં ફિરોઝે તેને છરીના 3 ઘા ઝીંકી દીધા હતા. આ અંગે મોહંમદ તાહીરના મોટા ભાઈ મોહંમદ સાહીદ સંધીની ફરિયાદના આધારે પોલીસે ફિરોઝ મિસ્ત્રીની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...