પોલીસ એલર્ટ:​​​​​​​તહેવારમાં અમદાવાદ પોલીસ રસ્તા પર, મોડી રાતે પોલીસ અધિકારી દ્વારા વાહન ચેકિંગ અને નાકાબંધી કરવામાં આવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીમાં ગુનેગારો સક્રીય થાય અને તેનાથી લોકોને નુકશાન ન થાય તે માટે પોલીસ એલર્ટ બની

સમગ્ર રાજ્યમાં હાલ તહેવારનો માહોલ સર્જાયો છે. તેવા સમયે ગુનેગારો સક્રીય થાય અને તેનાથી લોકોને નુકશાન થાય તે માટે પોલીસ એલર્ટ બની છે. શહેરમાં દિવસ દરમિયાન પોલીસ ખડેપગે હાજર હોય છે તેની સાથે હવે આખી રાત પોલીસ અધિકારીઓ વાહન ચેકિંગ અને નાકાબંધી કરવી રહ્યા છે.​​​​​​​

પોલીસ સતત નાઈટ પેટ્રોલિંગ કરી રહી છે
અમદાવાદમાં હાલ દિવસે બજારમાં ખૂબ ભીડ હોય છે. તે માટે પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ, લાઉદસ્પીકર એનઉસમેન્ટ અને સીસીટીવી સર્વેલન્સ કરી રહ્યાં છે. પણ જ્યારે લોકો પોતાના વેપાર રોજગાર ઘરે જાયય ત્યારે ચોર, તસ્કરો સક્રિય થઈ જાય તો સામાન્ય લોકોને પોતાના કિંમતી સમાન ગુમાવવાનો વારો આવી શકે છે.

આઈજી અજય ચૌધરીએ શહેરમાં નાઈટ પેટ્રોલિંગ કર્યું
તહેવારોમાં પોલીસ દ્વારા સક્રિય રહેવા માટે શહેર પોલીસ કમિશ્નર, સેકટર-1, સેકટર22 દ્વારા સ્ટાફને રાઉન્ડ ધ કલોક ફીલ્ડમાં રહેવા સૂચના આપી દીધા છે. રવિવારે રાતે આઈજી અજય ચૌધરીએ શહેરમાં નાઈટ પેટ્રોલિંગ કર્યું હતું. શહેરની આદર બનાવેલી ખાસ ચેક પોસ્ટ અને નાકા બધી જોવા માટે ખાસ પોતે હાજર રહ્યા હતા. તેમણે જાતે વાહન ચેકિંગ કર્યા હતા અને પોલીસ દ્વારા તહેવારમાં ખાસ કાર્યવાહી કરવી તે માટે સૂચન કર્યા હતા.

લાલ દરવાજા પાસે મોટી સંખ્યામાં ખરીદી કરવા પહોંચ્યા લોકો
​​​​​​​
અમદાવાદના ભદ્ર પાસેનું પાથરણાં બજાર ખરીદી માટે જાણીતું છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં અમદાવાદ અને અમદાવાદ આસપાસના લોકો ખરીદી માટે આવ્યા હતા. આ બજારમાં નાની સોયથી લઈને ઘર વખરી સુધીની તમામ વસ્તુઓ મળે છે. દિવાળી અને નવા વર્ષમાં નવી વસ્તુઓ વસાવીને નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે, જેથી બજારમાં નાની મોટી તમામ વસ્તુઓ ખરીદવા માટે લોકોની ભીડ ઉમટી હતી. લાલ દરવાજા વીજળી ઘરથી લઈને માણેક ચોક સુધી દુકાનો અને પાથરણા વાળા જોવા મળ્યા હતા.

રવિવારની રજા હોવાથી અનેક લોકોએ ખરીદી કરી
ભદ્ર બજારમાં લોકોએ લાંબા સમય બાદ નિશ્વિત થઈને ખરીદી કરી. આ બજારમાં સામાન્ય દિવસમાં પણ ખરીદી માટે ભીડ તો જોવા મળે છે, પરંતુ આજે બજારમાં પગ મૂકવાની પણ જગ્યા ના મળે તેવી ભીડ જોવા મળી હતી. બજારમાં વાહન ચલાવવા તો સાવ મુશ્કેલ હતા, જેથી વાહન સાથે કોઈને પ્રવેશ પણ આપવામાં આવતો નહોતો. દિવાળી પૂર્વેનો અંતિમ રવિવાર હોવાથી રજાનો લાભ લઈને અનેક લોકોએ ખરીદી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...