તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત દિવસ:ગુજરાતના 61મા સ્થાપના દિને કુમકુમ મંદિર દ્વારા 8 ફૂટનો નકશો તૈયાર કરી સૌને વેક્સીન લેવા માટે અપીલ કરાઈ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વોરીયર્સના ઉત્તમ સ્વાસ્થ્ય માટે 100 વર્ષીય મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પ્રાર્થના કરી
  • ખુમારી, પુરુષાર્થ અને જુસ્સા સાથે આપત્તિ સામે લડવું એ ગુજરાતની પ્રજાના લોહીમાં રહેલું છે- સાધુ પ્રેમવત્સલદાસજી.

1લી મેના રોજ ગુજરાતના 61મા સ્થાપના દિન પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ દ્વારા મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ગુજરાતના નક્શાની 8 ફૂટની કૃતિ તૈયાર કરવામાં આવી હતી અને સૌને વેક્સિન લેવા માટે નમ્ર અપીલ કરવામાં આવી હતી. સાથે - સાથે માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડીસ્ટન્ટસ જાળવવું જોઈએ તે અંગેના પ્લેકાર્ડ પણ અંકિત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી
ગુજરાત સ્થાપના દિન પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ખુમારી, પુરુષાર્થ અને જુસ્સા સાથે આપત્તિ સામે લડવું એ ગુજરાતની પ્રજાના લોહીમાં રહેલું છે, હાલ કોરોના વાયરસની ઉપાધિ સામે આપણે એકસાથે લડવું જોઈએ, અને આપણે સાથે મળીને લડીશું તો અવશ્ય કોરાનાને હારાવી શકીશું.

કુમકુમ મંદિરમાં તૈયાર કરાયેલા ગુજરાતના નકશાની તસવીર
કુમકુમ મંદિરમાં તૈયાર કરાયેલા ગુજરાતના નકશાની તસવીર

સૌ કોઈને વેક્સિન લેવા સાધુ પ્રેમવત્સલદાસજીની અપીલ
આ ગુજરાતની ભૂમિ ગાંધીજી, સરદાર વલ્લભાઈ પટેલ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની કર્મ ભૂમિ છે. તેમણે આપણને આપત્તિઓ સામે ઝઝૂમવાનું અને વિજય મેળવવાનું શીખવ્યું છે. તેથી આપણે સૌ કોરોના વાયરસની ઉપાધિ સામે હતાશના થઈએ અને સંપીને એક થઈને તેની સામે લડીશું તો અવશ્ય વિજયી નીવડીશું.1લી મેના રોજ 18 વર્ષની ઉંમરથી ઉપરના યુવાનો માટે કોરોના વાયરસની રસી મૂકવાનું પ્રારંભ થયું છે, તો આપણે સૌ કોઈએ અવશ્ય રસીના બે ડોઝ લેવા જોઈએ અને સૌને લેવડાવવા જોઈએ. રસી લેવાથી આ કોરોના વાયરસમાંથી મુક્ત થઈ શકાશે. આ પ્રસંગે કુમકુમ મંદિરના 100 વર્ષીય મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન સૌની કોરોના વાયરસ થકી સૌની રક્ષા કરે તે માટે પ્રાર્થના કરી હતી.

કોરોના વોરિયર્સ માટે પ્રાર્થના કરી રહેલા સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી
કોરોના વોરિયર્સ માટે પ્રાર્થના કરી રહેલા સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો