આયોજન:19મીએ ગુરુનાનક સાહેબનું 553મુ પ્રકાશ પર્વ ઊજવાશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુરુનાનક સાહેબના 553મા પ્રકાશ પર્વની શહેરમાં ધામધૂમથી ઉજવણી કરાશે. આ ઉજવણી અંગે માહિતી આપતા કલગીધર સેવક જથ્થા સંસ્થાએ જણાવ્યું હતું કે, 19 નવેમ્બર શુક્રવારે નાનક સાહેબનું 553મુ પ્રકાશપર્વ સમગ્ર વિશ્વમાં શ્રદ્ધાપૂર્વક ઊજવાશે. અમદાવાદ સ્થિત 13 ગુરુદ્વારાઓમાં સવારે પ્રભાત ફેરી કાઢી ગુરુનાનકજીના ઉપદેશનો પ્રચાર કરાશે.

આ સાથે તમામ ગુરુદ્વારાઓને રોશની અને દીપમાલાથી શણગારવામાં આવ્યા છે. થલતેજના ગુરુદ્વારા ગોવિંદધામ અને મણિનગરના નાનક દરબાર ખાતે 19થી 21 નવેમ્બર દરમિયાન વિશેષ ધાર્મિક સમાગમનું આયોજન કરાયું છે, જેમાં અમૃતસરથી પધારેલ રાગી, કથાવાચક દ્વારા ગુરુવાણી ગાયન કરાશે. સવારે 4 વાગ્યાથી રાત્રિના 12.30 વાગ્યા સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...